Home દુનિયા ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

102
0

મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ આંચકા લાંબા સમયથી અનુભવાઈ રહ્યા છે. જાે કે, અત્યાર સુધી ભારત કે પાકિસ્તાનના કોઈપણ વિસ્તારમાંથી ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૫.૪ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ડોડામાં જમીનની સપાટીથી ૬ કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી ૧૫૮ કિમી દૂર હિમાચલ પ્રદેશના મનાલીથી ૧૬૩ કિમી દૂર છે. પાકિસ્તાન તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે બપોરે ૧.૩૩ કલાકે ભૂકંપ આવ્યો હતો અને તેના આંચકા લગભગ ૩૦ સેકન્ડ સુધી અનુભવાયા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પાસે આવેલા નોઈડામાં કામ કરતા ઘણા લોકોએ ભૂકંપના આંચકા અનુભવવાની વાત કરી. તેણે કહ્યું કે તેણે લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here