Home દુનિયા ભૂકંપથી ન્યૂઝીલેન્ડની ધરા ધ્રુજી ઉઠી, જાહેર કરવામાં આવ્યું સુનામીનું અલર્ટ

ભૂકંપથી ન્યૂઝીલેન્ડની ધરા ધ્રુજી ઉઠી, જાહેર કરવામાં આવ્યું સુનામીનું અલર્ટ

143
0

ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0ની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) ના જણાવ્યાં મુજબ ચીનના સમય મુજબ 8.56 વાગે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો. હાલમાં જ તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સીરિયા અને તુર્કીની બોર્ડર પર હતો જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી મચી. જેમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 5,20,000 અપાર્ટમેન્ટ્સ સહિત 1,60,000 જેટલી ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here