રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ ચૂંટણીમાં વોટિંગ કરવાની ઉંમર અને ચૂંટણી લડવાની સૌથી ઓછી ઉંમર વચ્ચે સમાનતા લાવવા પર ચર્ચા ચાલી રહી છે. પણ ચૂંટણી પંચે તેના પર પોતાનો વધાં રજૂ કર્યો છે. સૂત્રોએ કહ્યું કે, ચૂંટણી પંચ લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ અને વિધાન પરિષદ માટે ચૂંટણી લડવાની યોગ્યતા તરીકે ન્યૂનતમ વય મર્યાદાને ઘટાડવાના પક્ષમાં નથી. ચૂંટણી પંચના અધિકારીઓએ સોમવારે કાર્મિક, લોક ફરિયાદ, કાનૂન અને ન્યાય સંબંધી સ્થાયી સમિતિની સમક્ષ રજૂ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય પેનલે આયોગને પૂછ્યું હતું કે, શું લોકસભા અને વિધાનસભા માટે ચૂંટણી લડવાની ન્યૂનતમ ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષ અને રાજ્યસભામાં તેને 30થીઘટાડીને 25 કરી શકાય ? આ ભલામણ 1988માં પણ પોલ પૈનલને મોકલવામાં આવેલા અમુક સુધાર પ્રસ્તાવોનો ભાગ હતો. સંસદીય પેનલના સવાલોના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે, સંવિધાન સભાની સમક્ષ આ રીતના સૂચનો પહેલા પણ આવ્યા છે, પણ ડ઼ો. બીઆર આંબેડકરે તેનો વિરોધ કર્યો હતો. તેમણે તેના વિરુદ્ધ એક નવો અનુચ્છેદ, જે હાલમાં સંવિધઆનનો અનુચ્છેદ 84 છે, ને સામેલ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આંબેડકરની ભલામણ હતી કે, જે લોકો પાસે ઉચ્ચ યોગ્યતા છે અને દુનિ્યાના મામલામાં એક નિશ્ચિત માત્રામાં જ્ઞાન અને વ્યવહારિક અનુભવ છે. તેમને વિધાનમંડળની સેવા કરવી જોઈએ.






