Home ગુજરાત મહેસાણા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

80
0

મહેસાણા જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનનના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર જણાવ્યું હતુ કે ટીમ વર્કથી કામ કરવાથી પરીણામ સકારત્મક મળે છે. અધિકારીઓ અને કર્મયોગીઓ સાથે મળીને સંકલનથી કામ કરે તો કામમાં ગતિ સાથે ચોક્સાઇ આવે છે. બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ચિંતન શિબિર અંગેની પણ ચર્ચા કરાઇ હતી. જિલ્લા કલેકટર એમ નાગરાજના અધ્યક્ષ સ્થાને વિવિધ 06 ટીમોની રચના કરાઇ છે. આ ટીમો દ્વારા આરોગ્ય અને પોષણ, શિક્ષણ અને રોજગાર, ખેતીવાડી અને પશુપાલન, પાણી પુરવઠા અને સિંચાઇ, સામાજિક વનીકરણ, પ્રવાસન તેમજ ઔધોગિક વિકાસ સંદર્ભે શિબિરમાં ચર્ચા કરવામાં આવશે. આ માટે વિવિધ ટીમો દ્વારા પ્રેઝન્ટેશન સહિત ખૂટતી કડીઓ અંગેની વિગતો તૈયાર કરવા બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું. સંકલન બેઠકમાં ઐતિહાસિક નગરી વડનગરને સ્વચ્છ નગરી બનાવવા માટે જિલ્લાના વિવિધ અધિકારીઓને વડનગરની મુલાકાત લઇ જરૂરી સૂચનો તેમજ કાર્યવાહી કરવા પણ સૂચના અપાઇ છે. જેમાં 17 જુલાઇથી 04 ઓગષ્ટ દરમિયાન સંબધિત અધિકારીઓ વડનગર શહેરના તમામ વોર્ડની મુલાકાત કરી સ્વચ્છતા અંગેનું નિરીક્ષણ કરશે તેમજ વિવિધ સૂચનો કરી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન પણ કરશે. જે અંગેની પણ વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરાઇ હતી.સંકલન બેઠકમાં સ્વામિત્વ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરાઇ હતી. ગ્રામ્ય સ્તરે પોપર્ટી કાર્ડ આપવાની આ યોજનાનું દૈનિક ધોરણે મોનીટરીંગ કરવા સંબધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં ઔધોગિક એકમો સાથે યોજાનાર સી.એસ.આર અંગે પણ જરૂરી ચર્ચા કરાઇ હતી.સંકલન બેઠકમાં સાંસદ સહિત ધારાસભ્યઓ દ્વારા વિવિધ પ્રશ્નોની વિગતે ચર્ચા કરી સત્વરે નિકાલ કરવા સૂચના અપાઇ હતી. સંકલન બેઠકમાં સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી, મુકેશભાઇ પટેલ, કે.કે.પટેલ, સુખાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના સંકલન અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here