Home દેશ મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવું યોગ્ય હતું, આ પહેલા થવું જાેઈતું હતું :-...

મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવું યોગ્ય હતું, આ પહેલા થવું જાેઈતું હતું :- પાર્ટીના ર્નિણય પર અડગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

94
0

અમિત શાહે કર્ણાટકમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમો માટે ૪ ટકા અનામત નાબૂદ કરવાના ર્નિણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, અમે એ વાત પર અડગ છીએ કે, આ ર્નિણય સંપૂર્ણપણે સાચો છે. બસ આ ર્નિણય થોડો વહેલો અમલી બનાવવો જાેઈતો હતો. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં અમિત શાહે કહ્યું કે, અમારી પાર્ટીએ ૪ ટકા મુસ્લિમ અનામત નાબૂદ કરી છે, આ સાચું છે. આપણા બંધારણમાં ધર્મના આધારે કોઈપણ પ્રકારની અનામતની જાેગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ અનામત આપવાનો ર્નિણય લીધો હતો, જેને નાબૂદ કરવામાં આવ્યો છે. કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત અમિત શાહે કહ્યું કે અમે માનીએ છીએ કે, આ ર્નિણયમાં વિલંબ થયો છે, પરંતુ તે ઠીક હતું. અમિત શાહે કહ્યું કે, સિદ્ધારમૈયા ચૂંટણી પ્રચાર પૂરો થાય તે પહેલા જણાવે કે, જાે તેઓ મુસ્લિમ આરક્ષણને ૪ થી ૬ ટકા સુધી કરી દેશે તો, કોનુ કાપવામાં આવશે. ઓબીસી ઘટશે, એસસી ઘટશે કે, લિંગાયત કે વોક્કાલિગાનું અનામત ઘટશે. કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંત પહેલા જ આ અંગે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જાેઈએ. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે, અનુસૂચિત જાતિના ક્વોટામાં ક્વોટા આપવાની પ્રણાલી યોગ્ય છે અને તે ચાલુ રહેશે. તેમણે રાજ્યમાં અનામત મર્યાદા વધારીને ૭૫ ટકા કરવાના કોંગ્રેસના વચન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા જે કહેવા માંગે છે, તે કહે, પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટનો આદેશ જાણવો જાેઈએ. અમિત શાહે કહ્યું કે, માત્ર તમિલનાડુની જ અનામત ૫૦ ટકાની મર્યાદાથી વધુ છે. આને પણ સુપ્રીમ કોર્ટે લાંબી ચર્ચા બાદ રદ્દ કરી દીધી હતી. આ સિવાય સુપ્રીમ કોર્ટનો ર્નિણય અન્ય તમામ રાજ્યોમાં લાગુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here