Home ગુજરાત મોરબીના મહેન્દ્રનગર નજીક પોલીસની રેડ પડી, 4.10 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો...

મોરબીના મહેન્દ્રનગર નજીક પોલીસની રેડ પડી, 4.10 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

84
0

મોરબી જિલ્લાના દારૂ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીક તળાવ જવાના રસ્તે દારૂનું કટિંગ ચાલતું હોય તેવી માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. પોલીસે રેડ કરી દારૂની 132 બોટલ અને વાહન સહિત 4.10 લાખનો મુદામાલ જપ્ત કરી બે ઈસમોને ઝડપી લીધા છે. મોરબી સિટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહેન્દ્રનગર આઈટીઆઈ બસ સ્ટેન્ડ પાછળ તળાવ જવાના રસ્તે બોલેરો ગાડીમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.

બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી 1,10,040 રૂપિયાની કિંમતની અંગ્રેજી દારૂની 132 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મુકેશ ધરમશી નીરશ્રીત અને ઈશ્વર કુંભાભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી સુરેશ નાથુભાઈ સાલાણીનું નામ ખુલતા તેની વિરુદ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાની ટીમના ભગવાન રામજીભાઈ, ભરત આપાભાઈ, કલ્પેશ અમરશીભાઈ, બ્રિજેશ જેસંગભાઈ, રમેશ રાયધનભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ચંદ્રસિંહ કનુભા, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here