Home અન્ય યુટ્યુબર અરમાન મલિકે બીજી પત્ની ક્રિતીકા અને પુત્રનું કર્યુ સ્વાગત

યુટ્યુબર અરમાન મલિકે બીજી પત્ની ક્રિતીકા અને પુત્રનું કર્યુ સ્વાગત

115
0

લાંબા સમયથી જે ન્યૂઝની યૂટ્યૂબર અરમાન મલિકના ફેન્સને રાહ હતી તે આખરે આવી ગયા છે. અરમાન મલિકના ઘરે એક નાનકડા મહેમાનનો જન્મ થયો છે. અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે પુત્રને જન્મ આપ્યો છે. યુટ્યુબરે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને બાળકના જન્મની ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. એટલું જ નહીં ત્યારથી જ તે ફેન્સને દરેક નાની અપડેટ વિડિયોઝ શેર કરીને આપી રહ્યો છે. ત્યારે હવે કૃતિકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે અને તે અને તેનું બેબી બંને ઘરે પણ આવી ગયા છે. આ તકે અરમાનના પરીવાર અને તેના મિત્રો દ્વારા ઘરમાં માતા-પુત્રના ગ્રાન્ડ વેલકમની ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ આ તૈયારીઓની ભાગદોડમાં અરમાનની પહેલી પત્ની પાયલ જે પણ ગર્ભવતી છે, તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. આપને જણાવી દઇએ કે અરમાન મલિકની પહેલી પત્ની પાયલ અને બીજી પત્ની કૃતિકા બંને ગર્ભવતી હતી. જેમાંથી પહેલાં કૃતિકાએ પુત્રને જન્મ આપ્યો છે, જેને લઇને પરીવારમાં ખુશીનો માહોલ છવાયો છે. તો પાયલ પણ ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપી શકે છે. યુટ્યૂબરના તાજેતરના વ્લોગમાં જાેઇ શકાય છે કે કૃતિકા હવે પુત્ર સાથે હોસ્પિટલેથી ઘરે આવી ચૂકી છે. જેના સ્વાગતમાં પહેલી પત્ની પાયલે ખાસ તૈયારીઓ કરી હતી. આ દરમિયાન તે પોતે પણ ખૂબ થાકી ચૂકી હતી. અરમાને એક વ્લોગમાં જણાવ્યું હતું કે, કૃતિકાની તબિયત લથડી ગઇ હતી. આપને જણાવી દઇએ કે કૃતિકાએ સી સેક્શન થકી પુત્રને જન્મ આપ્યો છે. જેથી તેના પેટ પર અનેક ટાંકાઓ લેવા પડ્યા હતા. પરંતુ ડિલીવરી બાદ કૃતિકાને ખાંસી થઇ હતી, જેના કારણ તેને ટાંકાઓમાં ખૂબ જ દુખાવો થતો હતો. કૃતિકા માટે હાલ ખૂબ જ ખુશીનો સમય છે. કારણ કે તેના માટે માતા બનવું સરળ નહોતું. આપને જણાવી દઇએ કે, કૃતિકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનું એક વખત મિસકેરેજ થઇ ચૂક્યું હતું. જાેકે, હવે પુત્રના જન્મ બાદ કૃતિકા અને પરીવાર ખૂબ જ ખુશ છે. અને હવે તે પહેલી પત્ની પાયલના બાળકને વધાવવા આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here