Home ગુજરાત રાજુલા પાસે દરિયામાં નહાવા પડેલા ૪ યુવાનો ડૂબ્યા , ધારાસભ્ય હીરા સોલંકી...

રાજુલા પાસે દરિયામાં નહાવા પડેલા ૪ યુવાનો ડૂબ્યા , ધારાસભ્ય હીરા સોલંકી યુવાનોને બચાવવા દરિયામાં દોટ લગાવી

67
0

ભર ઉનાળે હર કોઈને દરિયામાં નહાવાની ઈચ્છા થતી હોય છે. મહત્વનુ છે કે ગરમીને કારણે ઉત્સાહભેર લોકો સ્વિમિંગ પૂલ કે દરિયામાં નહાવા પડતાં હોય છે.  દરિયામાં નહાવાનો આ ઉત્સાહ ક્યારેક લોકોનો જીવ પણ લઈ શકે છે. જેથી દરિયામાં ભારે કરંટવાળી સ્થિતિમાં નહાવા ન પડવું જાેઇએ. આવી ઘટના અમરેલીમાં બની છે. રાજુલા પાસે દરિયામાં નહાવા પડેલા ૪ યુવાનો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. દરિયામાં ભરતીની સ્થિતિમાં નહાવા પડેલા યુવાનો ડૂબ્યા હતા. આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા દરિયામાં દોટ મૂકી હતી. આ સાથે જ તરવૈયાઓની ટીમ પણ યુવાનોને બચાવવ દરિયામાં પડી હતી. અમરેલી ખાતે આ દરિયામાં ભારે કરંટ હતો જે સમયે યુવાનો નહાવા પડ્યા હતા. ચાર પૈકી ૩ યુવાનોને તો બચાવી લેવાયા. જાે કે, એકની શોધખોળ ચાલી રહી છે. બે કલાકની જહેમત બાદ યુવકનું માત્ર ટી-શર્ટ મળ્યું છે. ધારાસભ્ય ખૂદ યુવકની શોધમાં લાગ્યા છે. ધારાસભ્ય હીરા સોલંકી પોતે જીવના જાેખમે દરિયામાં યુવાનોને શોધવા ડૂબકી લગાવતા જાેવા મળ્યા હતા. અન્ય સ્થાનિ યુવાનો પણ તેમની સાથે બચાવ કામગીરીમાં જાેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here