ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 10 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર 2023ના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, દ્વારા આંગણવાડી કામગાર, સહાયહક અને સુપરવાઈઝર પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. એક WCD (Woman and Child Development Department) અને બીજો ICDS (Integrated Child Development Services) છે. WCD વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે. જયારે ICDS બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, આંગણવાડીઓ અને શિક્ષણલક્ષી કામગીરી કરે છે.






