Home મનોરંજન રામભક્તો પાસે હાથ જાેડીને માફી માગું છું :- આદિપુરુષના રાઈટર મનોજ મુંતશિર

રામભક્તો પાસે હાથ જાેડીને માફી માગું છું :- આદિપુરુષના રાઈટર મનોજ મુંતશિર

48
0

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષને ળઈને હવે ફિલ્મન ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે માફી માગી છે. રાઈટર મનોજ મુંતશિરે ૦૮ જુલાઈની સવારે ટિ્‌વટ કરીને કહ્યું કે, તે રામના ભક્તોને હાથ જાેડીને કોઈ પણ શરત વિના માફી માગે છે. તેમણે કહ્યું કે, તે માને છે કે, આદિપુરુષ ફિલ્મથી જનભાવનાઓ આહત થઈ છે. મનોજ મુંતશિરે ટિ્‌વટ કરીને કહ્યું કે, ” હું સ્વીકાર કરુ છું કે ફિલ્મ આદિપુરુષથી જનભાવનાઓ આહત થઈ છે. આપ તમામ ભાઈ-બહેનો, વડીલો, પૂજ્ય સાધુ સંતો અને શ્રીરામના ભક્તો પાસેથી હાથ જાેડીને કોઈ પણ શરત વિના માફી માગું છું. ભગવાન બજરંગ બલી આપણા સૌ પર કૃપા કરે, આપણને એક અને અટૂટ રાખીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે” મનોજ મુંતશિરના આ ટિ્‌વટ બાદ ટિ્‌વટર પર ઈંસ્ટ્ઠર્હદ્ઘસ્ેહંટ્ઠજરૈિ ટ્રેંડ કરવા લાગ્યું છે. જાે કે મનોજ મુંતશિરની માફી સોશિયલ મીડિયા પર યુઝર્સને પસંદ નથી આવી. એક ટિ્‌વટર યુઝર્સે કમેન્ટમાં લખ્યું છે કે, આપે માફી ત્યારે માગી જ્યારે અકડ ઢીલી થઈ. જ્યારે આખો દેશ આદિપુરુષ પર આક્રોશિત હતો, જ્યારે આપ બેશર્મીથી કલેક્શન લખીને બતાવીને રહ્યા હતા. ત્યાર બાદ આદિપુરુષના મેકર્સ અને પોતાના ગુનાથી બચાવી રહ્યા હતા. આપને લાગે છેકે હિન્દુ સમાજ મૂર્ખ છે. આપને મહર્ષિ વાલ્મીકી અથવા તુલસી બાબા માનીને આપની દરેક વાત માની લેશે, પણ જ્યારે થિયેટરમાંથી ફિલ્મ ઉતરી ચુકી છે, ખર્ચો પણ નથી નીકળ્યો, ત્યારે આપ માફી માગી રહ્યા છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here