Home મનોરંજન ‘રામ તેરી ગંગા મૈલી’નો આ સીન, જેના કારણે થયો હતો ભારે હોબાળો,  ...

‘રામ તેરી ગંગા મૈલી’નો આ સીન, જેના કારણે થયો હતો ભારે હોબાળો,   ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે મંદાકિની નહોતી પહેલી પસંદ, આ એક્ટ્રેસ હતી મેકર્સની પસંદ

87
0

બોલિવૂડ ફિલ્મોમાં હવે કેટલાય બોલ્ડ સીન જાેવા મળે છે. પણ જ્યારે મંદાકિનીએ ‘રામ તેરી ગંગા મૈલી’ અને ઝીનત અમાને ‘સત્યમ શિવમ સુંદરમ’માં ઝરણાની નીચ નામમાત્રના કપડામાં ન્હાતા સિઝલિંગ સીન આપ્યા તો, હોબાળો મચી ગયો હતો. આજે અમે ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ અને ફિલ્મના આઈકોનિક ઝરણાના સીન સાથે જાેડાયેલ ખાસ વાતો જાણો… આમ તો હાલ બોલીવૂડ હવે ખૂબ જ એડવાંસ થઈ ચુક્યું છે. કિસિંગ સીન હોય કે બોલ્ડ કપડા, ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. એક્ટર હોય કે એક્ટ્રેસ બોલ્ડ સીન આપવામાં કોઈ ખચકાતા નથી. પણ એક સમય હતો, જ્યારે અમુક જ કલાકાર બોલ્ડ સીન આપતા હતા. મંદાકિની, ઝીનત અમાન તે સમયની આવી અભિનેત્રીઓ હતી. જેમણે સીનને રિયલસ્ટિક બનાવવામાં કોઈ કસર છોડી નથી અને જબરદસ્ત બોલ્ડ સીન આપીને ચારેતરફ હલચલ મચાવી દીધી. ખાસ કરીને, તે દિવસોમાં મંદાકિનીની ખૂબ ચર્ચા થઈ હતી. રામ તેરી ગંગા મૈલીમાં નિભાવેલ મંદાકિનીનો ગંગાનું પાત્ર ફેમસ થયું હતું. જે આજે પણ લોકોને યાદ છે. તો આવો આ ફિલ્મ, ફિલ્મની લીડ અને ઝરણાના સીન સાથે જાેડાયેલ ખાસ વાતો જાણીએ. ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં ગંગાના લીડ રોલમાં દેખાયેલી મંદાકિનીને કોણ નથી ઓળખતું. પણ શું આપ જાણો છો કે, મંદાકિનીનું અસલી નામ કંઈક બીજૂ જ છે. જી હાં, અભિનેત્રીનું રિયલ નામ યાસ્મિન જાેસેફ છે અને તે ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી છે. મંદાકિની પોતાની ફિલ્મોથી વધારે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની સાથે પોતાના અફેરને લઈને વધારે ચર્ચામાં રહી હતી. કહેવાય છે કે, ડાયરેક્ટર અને એક્ટર રાજ કપૂરે જ પહેલી વાર મંદાકિનીની જાેઈ હતી. ત્યારે અભિનેત્રી ૨૨ વર્ષની હતી. રામ તેરી ગંગા મૈલીમાં કાસ્ટ કરતા પહેલા રાજ કપૂરે તેનું નામ બદલી નાખ્યું અને યાસ્મિનમાંથી મંદાકિની કરી દીધું. રામ તેરી ગંગા મૈલી માટે મંદાકિની નહોતી પહેલી પસંદ- કહેવાય છે કે, રામ તેરી ગંગા મૈલીમાં ગંગાના પાત્ર માટે મંદાકિની મેકર્સની પહેલી પસંદ નહોતી. મંદાકિનીથી પહેલા રાજ કપૂર સંજના કપૂરને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. બાદમાં ડિંપલ કાપડીયાનો પણ સ્ક્રીન ટેસ્ટ લીધો હતો. જાે કે, બાદમાં આ પાત્ર મંદાકિનીના ભાગમાં આવ્યું. રામ તેરી ગંગા મૈલીનું ઝરણા સીન- આ સીન માટે મંદાકિનીએ ફક્ત એક પાતળી એવી સફેદ સાડી પહેરી હતી. જેમાં ઝરણાની નીચે ઊભા થઈને જબરદસ્ત બોલ્ડ સીન આપ્યો હતો. આ સીનની ચારેતરફ ચર્ચા થઈ, કારણ કે આ તે સમયનો જબરદસ્ત બોલ્ડ સીન હતો. પણ રાજ કપૂરે સેન્ટર બોર્ડમાંથી આ સીન કેવી રીતે પાસ કરાવ્યો, તેની જાણકારી આજે પણ કોઈની પાસે નથી. ઝરણાના સીન પર થયો હતો હોબાળો- જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો, તેનો ઝરણાનો સીન અને અન્ય અમુક સીનને લઈને ખૂબ જ હોબાળો થયો હતો. આલોચકોએ ફિલ્મના કેટલાય સીન પર વાંધો ઉઠાવ્યો હતો. પણ ત્યારે રાજ કપૂરે એક જ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, જ્યારે ફૈડરીકો ફૈલિની (ઈટાલિયન ફિલ્મ મેકર)એ પોતાની ફિલ્મ છદ્બટ્ઠષ્ઠિર્ઙ્ઘિમાં ન્યૂડ મહિલાઓ બતાવી તો, તેને આર્ટ કહેવામાં આવી. તેમની ફિલ્મે તો ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ પણ જીત્યો, પણ જ્યારે હું કરુ છું તો તેને શોષણ અને અશ્લીલ કહેવાય છે. બીજી તરફ મંદાકિનીને પણ આ સીન કરવા પાછળ ક્યારેય પસ્તાવો નથી થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here