Home દેશ ‘રૂપિયાના લોભથી માણસ જાનવર બનતા વાર નથી લાગતી’.. આવો જ કિસ્સો સામે...

‘રૂપિયાના લોભથી માણસ જાનવર બનતા વાર નથી લાગતી’.. આવો જ કિસ્સો સામે આવ્યો, બાલાઘાટમાં એક વ્યક્તિએ પોતાની દાદીની અને કાકીની હત્યા કરી , મધ્યપ્રદેશ પોલીસે 48 કલાકમાં જ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો

35
0

મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની દાદી અને કાકી પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી નાખી. જ્યારે આરોપી ગુનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે 48 કલાકમાં જ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીનું નામ સંતોષ છે.. મળતી માહિતી મુજબ મૃતક બંને મહિલાઓ માતા-પુત્રીના સંબંધમાં હતી. બંને એક વેપારીના ઘરના કેરટેકર હતા. તેમના બંનેના નામ ફુલવંતા સુલાખે અને તેમની માતા ચંદ્રવંતી લિલ્હારે છે. પોલીસ અધિક્ષક સમીર સૌરભે આ હત્યાની તપાસ માટે SIT ટીમની રચના કરી હતી. કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રકાશ વાસ્કલે, ગ્રામીણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલ સિંહ ગેહલોત અને ભારવેલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિન્દ્ર બારિયા સહિત અન્ય પોલીસ અધિકારીઓ હત્યાનો ભેદ ઉકેલવામાં વ્યસ્ત હતા.. પોલીસ અધિક્ષક સમીર સૌરભના જણાવ્યા અનુસાર આરોપીની આર્થિક સ્થિતિ સારી નથી. તે સુથારનું કામ કરતો હતો. તેને લાગ્યું કે તેની દાદીમાના ઘરમાં ઘણા પૈસા હશે. તે 1 નવેમ્બરે ઘરનો દરવાજો રિપેર કરવા માટે દાદીના ઘરે પહોંચ્યો હતો. તેને ખબર હતી કે આ સમયે દાદી ઘરમાં એકલા હતા, જેનો ફાયદો ઉઠાવીને તેણે દાદી ચંદ્રવંતીના માથા પર હથોડીના ઘા મારી હત્યા કરી નાખી અને લાશને એક રૂમમાં રાખી દીધી. આ પછી તેણે ઘરના કબાટનો દરવાજો તોડી સોનાની ચેઈન અને રોકડ રકમ લઈ લીધી હતી.. દરમિયાન તેની કાકી તેની માતાના ઘરે પહોંચી ત્યારે તેણે સંતોષને ઘરમાં જોયો હતો.સંતોષને ડર હતો કે તે પકડાઈ જશે. કાકીએ દાદી વિશે પૂછતાં જ સંતોષે તેને કહ્યું કે તે રૂમમાં છે. જેવી તેની કાકી રૂમમાં પહોંચી કે તેણે તેના માથા પર કુહાડી મારીને તેની હત્યા કરી નાખી. આરોપી ઘરમાં રાખેલી રોકડ અને દાગીના લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here