Home દુનિયા લંડનમાં મહિલાની ચાકુના ઘા મારીને હત્યા, પોલીસ તપાસમાં પતિ જ નીકળ્યો હત્યારો

લંડનમાં મહિલાની ચાકુના ઘા મારીને હત્યા, પોલીસ તપાસમાં પતિ જ નીકળ્યો હત્યારો

66
0

લંડનમાં 19 વર્ષીય ભારતીય મહિલાની તેના ઘરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાની શંકાના આધારે 23 વર્ષીય યુવકની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. મૃતક ભારતીય મહિલાની ઓળખ મહેક શર્મા તરીકે થઈ હતી, જે તાજેતરમાં જ લંડન આવી હતી.. બ્રિટનમાં ભારતીય મહિલાની હત્યાના કેસમાં મેટ્રોપોલિટન પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મહિલાની હત્યાનો આરોપી તેનો પતિ જ હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ લંડનના ક્રોયડનમાં એક ઘરમાંથી મહેક શર્માની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં સાહિલ શર્મા આરોપી છે. મેટ્રોપોલિટન પોલીસે અગાઉ તેની ઓળખ શૈલ શર્મા તરીકે કરી હતી. જો કે, આ ભૂલ પાછળથી સુધારી લેવામાં આવી હતી… મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે સાહિલ શર્માની હત્યાની શંકાના આધારે રવિવારે સાંજે ક્રોયડનમાં ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. સાહિલને માથામાં નાની ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સાહિલ શર્મા પણ ભારતીય નાગરિક છે અને મહેકનો પતિ હતો. તેને મંગળવારે વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.. પોલીસે જણાવ્યું કે મહેકના પરિવારને જાણ કરવામાં આવી છે. જો કે, ઔપચારિક ઓળખ થવાની બાકી છે. મહેકના બેકગ્રાઉન્ડ વિશે વધુ માહિતી પોલીસને મળી નથી. મહેક શર્મા રવિવારે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી અને તેને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલે હવે મહેક શર્માના મૃતદેહનું વિશેષ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here