Home દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાં ચિખલા હેલીપેડ ખાતે લેન્ડીંગ ડ્રીલ યોજાઈ,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાં ચિખલા હેલીપેડ ખાતે લેન્ડીંગ ડ્રીલ યોજાઈ, 2 હજાર કરતા વધારે પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત માટે ખડેપગે રહેશે

49
0

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. તારીખ 30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે. સોમવારે અમદાવાદ પહોંચીને વડાપ્રધાન મોદી સીધા જ અંબાજી પહોંચશે. જ્યાં પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન કરશે. 1 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરેલ શ્રી યંત્રનુ લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મહેસાણા જિલ્લાના ખેરાલુ પહોંચશે. વડાપ્રધાનની અંબાજીની મુલાકાતને લઈ 2 હજાર કરતા વધારે પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત માટે ખડેપગે રહેશે. અંબાજીમાં વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચિખલા હેલીપેડ ખાતે ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા લેન્ડીંગ ડ્રીલ યોજવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here