Home દેશ વડાપ્રધાન મોદીએ પુષ્કરનાં બ્રહ્મા મંદિરમાં પૂજા કરી

વડાપ્રધાન મોદીએ પુષ્કરનાં બ્રહ્મા મંદિરમાં પૂજા કરી

68
0

રાજસ્થાનમાં પીએમ મોદીએ પુષ્કર પહોંચીને બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પુષ્કર બાદ પીએમ મોદી અજમેર ગયાં હતાં અને ત્યાં જનસભાને પણ સંબોધિત કરી હતી. બ્રહ્મા મંદિરના પૂજારીએ કહ્યું છે કે મંદિરના ચાર પૂજારીઓએ ઁસ્ મોદી માટે વિશેષ પૂજા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને પુષ્કરના ઈતિહાસ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.બ્રહ્મા મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા જયપુર-અજમેર હાઈવે પર ક્યાડ વિશ્રામ સ્થાન માટે રવાના થયા હતા. પીએમ મોદીએ અહીં જનસભાને સંબોધી હતી. આ પહેલા રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા યાત્રાધામ પુષ્કર પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here