Home ગુજરાત વડોદરામાં મુથૂટ ફાઇનાન્સમાં નકલી દાગીના મુકી 6.78 લાખની લોન લેનારા ૩ સામે...

વડોદરામાં મુથૂટ ફાઇનાન્સમાં નકલી દાગીના મુકી 6.78 લાખની લોન લેનારા ૩ સામે ફરિયાદ

129
0

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ મુથૂટ ફાઇનાન્સની શાખામાં સોનાના ઘરેણા ગીરવે મૂકી 6.78 લાખની ગોલ્ડ લોન લઈને છેતરપિંડી આચરનારા ત્રણ ગ્રાહકો સામે પોલીસ બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના ઉંડેરા ગામમાં રહેતા અને ગોત્રી ખાતે મુથૂટ ફાઇનાન્સની શાખામાં મેનજર તરીકે નોકરી કરતા ચિંતનભાઈ પટેલ ફરિયાદ નોંધાવી છે કે, સોનલ સુરેશભાઇ જાદવ (રહે. સદગુરુ કોમ્પલેક્ષ, ગોત્રી), જીજ્ઞેશ નવનીતલાલ સોમી (રહે. ગાયત્રી ટાઉનશીપ, રણોલી) અને નિલમ ચેતનભાઇ વરિયા (રહે. ગોત્રી)એ સોનાના દાગીના ગીરવે મુકી 6.78 લાખની લોન લીધી હતી.

ત્રણેયનો લોનનો સમયગાળો પૂર્ણ થયો હોવા છતાં વ્યાજ ભર્યું ન હતું અને તે અંગે નોટિસો આપી હતી. પરંતુ, તેમના તરફથી કોઇ જવાબ આવ્યો ન હતો.જેથી તેમણે ગીરવે મુકેલા દાગીનાનું ઓડિટ કરતા આ દાગીના ઉપર સોનાનું જાડું પડ હતું અને દાગીના નકલી હતા. જેથી બ્રાન્ચ મેનેજરે ત્રણેય સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here