Home અન્ય વાપીમાં 7 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ અને પછી હત્યા, 50 વર્ષીય...

વાપીમાં 7 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ અને પછી હત્યા, 50 વર્ષીય નરાધમ બાળકીને છેલ્લા એક અઠવાડિયાથી ચોકલેટ અને બિસ્કીટ આપતો હતો, આરોપીને ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસે પરિવારને ખાત્રી આપી

63
0

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિવારની 7 વર્ષીય લાડકવાઈ દીકરી સોમવારના રોજ બપોર બાદ ગુમ થઇ હતી. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની 7 વર્ષીય બાળકીના પરિવારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ડુંગરા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. બાળકીના પિતાનું મોત 3 મહિના પહેલા જ થયું હતું . જેથી બાળકીની માતા તેના પિતા સાથે વાપીમાં રહેતી હતી. માતા એક કંપનીમાં કામ કરી પોતાની દીકરીનું ભરણ પોષણ કરતી હતી. ત્યારે હવે આ બાળકીનો મૃતદેહ ડુંગરા પોલીસ સ્ટેશનની બાજુમાં એક અવાવરી જગ્યામાં મળી આવેલો હતો. ડુંગરા પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુસ્કર્મ થયું હતું. આ મામલે ડુંગરા પોલીસે તપાસ કરતા એક સીસીટીવી પણ હાથ લાગ્યા હતા. આ સીસીટીવીમાં આ બાળકી એક વ્યક્તિ સાથે જોવા મળી હતી. માસુમ સાથે થયેલી આ હેવાનિયતના બનાવને ગંભીરતાથી લઈ ખુદ વલસાડ જિલ્લા પોલીસવાળા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓને 150થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં લાગ્યા હતા. હવે ગણતરીના સમયમાં વલસાડ પોલીસે આ નરાધમ વૃદ્ધની ધરપાકડ કરી લીધી છે. મૂળ યુપીનો આરોપી 5 દિવસ સુધી બાળકીને ખાવાનું આપી વિશ્વાસમાં લઈ રહ્યો હતો અને મોકો મળતા જ આરોપીએ અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં હેવાને આચરેલી હેવાનિયત પણ બહાર આવી છે. 50 વર્ષીય નરાધમે 7 વર્ષની માસુમ બાળકીના મોઢે ડૂચો મારી બાળકીના જ કપડાં વડે ગળું દબાવી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. નરાધમને વહેલી તકે ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ ગંભીરતાથી લઇ કાર્યવાહી કરી રહી છે. કોર્ટમાં રજૂ કરતા આરોપીને કોર્ટે 10 દિવસ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પીડિતા પોતાના દાદા અને માતા સાથે રહેતી હતી અને આ બાળકી ઘરથી ઘરની નજીક આવેલી દુકાન આસપાસ રમવા આવતી હતી. એ દરમિયાન આરોપીએ બાળકીને શિકાર બનાવવા પ્લાન બનાવ્યો હતો. જે મુજબ દુકાન પરથી આ બાળકીને છેલ્લા એક અઠવાડિયાથી ચોકલેટ અને બિસ્કીટ સહિતની ખાવાની વસ્તુઓ લઈ આપી બાળકીનો વિશ્વાસ કેળવી તેનું મોકો મળતા જ અપહરણ કરી અને તેને આ રાક્ષસી કૃત્ય કર્યું હતું. આજના સમયમાં મહિલાઓ સાથે બનતી દુસ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં કોઈ નજીકનો સગો કે પછી કોઈ પાડોશી હોય છે. આ કિસ્સામાં પણ આ હેવાને પહેલા બાળકીને ચોકલેટની લાલચ આપી મિત્રતા કેળવી હતી. મૃતક બાળકીને ન્યાય મળે તે માટે આરોપીને ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વહેલી તકે તપાસની કાર્યવાહી પૂરી કરે મૃતક બાળકીને ન્યાય આપાવસે તેવું વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ ખાત્રી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here