Home દેશ વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ...

વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઇ

138
0

સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઇ હતી. જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી. એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા 108 ને જાણ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા. પાટણ લુણાવાડા રૂટની બસમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતા બસ બેકાબૂ બની હતી અને બસ ખાડામાં ઉતરી ગઇ હતી જો કે સદભાગ્યે પેસેન્જર્સનો આબાદ બચાલ થયો હતો. પોલાજપુર પાટિયા થી વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here