Home દેશ વિધાનસભા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં...

વિધાનસભા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

73
0

ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી પ્રતિમા તેમજ પોડિયમમાં તૈલ ચિત્રને આજે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકાના ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ડી. એમ. પટેલ, નાયબ સચિવશ્રીઓ, અધિકારીઓ- કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગાંધીનગરના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, એકતાનું પ્રતીક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. ધર્મ- પ્રાંતથી ઉપર ઉઠી સૌ નાગરિકો એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં આગળ વધશે તો જ વૈશ્વિક સ્તરે ભારત આગવી ઓળખ ઊભી કરી શકશે.
અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહથી દેશી રાજ્યોના વિલીનીકરણનું મહાન કાર્ય પાર પાડ્યું હતું. તેમનું સમગ્ર જીવન વીરતા, વ્યવસ્થા શક્તિ, નિર્ણય શક્તિ, મુત્સદ્દીગીરી અને લોખંડી કાર્યશક્તિના પ્રતીક સમુ રહ્યું છે. આજની યુવા પેઢીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને તેમના કાર્યોને અનુસરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here