તાપી જિલ્લાની સૌથી મોટી વ્યારા એપીએમસીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ. જેમાં પ્રમુખ તરીકે ગણેશભાઈ જયસિંહભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે ચંદ્રસિંહ કાંતિલાલ પટેલની વરણી કરવામાં આવી છે. એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલ ફરી સત્તા પર આવતા બીજેપી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમ્યાન નિરીક્ષક અમીનાબેન પટેલ, ધારાસભ્ય મોહન કોંકણી, સહકારી આગેવાન નરેશ પટેલ તેમજ તાપી જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશ કાચવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હુત કે હાલના સેમીમાં માર્કેટ યાર્ડમાં જે કઈ પણ પ્રવુતિઓ ચાલી રહી છે તેમાં વેગ મળે તેવા કર્યો કરવામાં આવશે.






