Home ગુજરાત શહેરા-ગોધરા શહેર એ-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

શહેરા-ગોધરા શહેર એ-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત

112
0

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ ઉપર બાઈક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં ગોધરા એ-ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું મોત થયું હતુ. જેના પગલે પરિવારજનો અને પોલીસબેડામાં ગમનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે શહેરા પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરા તાલુકાના લાભી ગામે રહેતા અને ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષભાઈ ભેમાભાઈ પગી પોતાની બાઈક પર પસાર થતા હતા.

તે સમયે એક ગફલતભરી રીતે હંકારી આવતા ટ્રેકટરના ચાલકે અક્સ્માત કર્યો હતો. અકસ્માતના પગલે તેઓ રોડ પર પટકાયા હતા અને પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. આ મામલે તેમને સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પહોચાડવામા આવ્યા હતા પણ ગંભીર ઈજાઓને લીધે તેનુ અવસાન થઈ ગયુ હતુ. અકસ્માતની જાણ થતા તેમના પિતા સહિત લાભી ગામના અગ્રણીઓ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા.

પોતાનો યુવાન પુત્ર ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બનાવના પગલે ગોધરાથી ડીવાયએસીપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસકર્મીના પિતા દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here