Home મનોરંજન શુબમન ગિલે વીડિયો શેર કરીને રોલ માગ્યો, આયુષ્માન ખુરાના હચમચી ગયો

શુબમન ગિલે વીડિયો શેર કરીને રોલ માગ્યો, આયુષ્માન ખુરાના હચમચી ગયો

200
0

એક્ટિંગની દુનિયામાં ક્રિકેટરો દ્વારા હાથ અજમાવવો એ કોઈ નવી વાત નથી. ઘણા ક્રિકેટરોએ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સામાન્ય રીતે મોટાભાગના ક્રિકેટરો જાહેરાતોમાં કામ કરે છે. ૈંઁન્ દરમિયાન ઘણાં ક્રિકેટરોને અભિનય કરવાની તક મળે છે, પરંતુ ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્‌સમેન શુબમન ગિલે હવે આગળ વધીને ભૂમિકા માંગી છે. શુબમન ગિલે લોકોને કહ્યું છે કે જાે કોઈ રોલ હોય તો જણાવો, કારણ કે તે તેના માટે તૈયાર છે. ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સૂટ પહેરેલો જાેવા મળી રહ્યો છે. તેણે ચશ્મા પહેર્યા છે અને મૂછ પણ લગાવી છે. વીડિયોની શરૂઆતમાં શુબમન ગિલ કહે છે, “સર બતા દીજીએગા કોઈ રોલ ચાહિયે હો તો.. હમ પુરા રેડી હૈ, પીએ કે રોલ મેં.. યે દેખો મૂછે ભી લગા દી હૈ. હાં..ઠીક હૈ.” આ વીડિયોને શેર કરતા શુબમન ગિલે લખ્યું છે કે, જાે તમને કોઈ રોલ મળે તો મને જણાવો. શુબમન ગિલના આ વીડિયો પર યુવરાજસિંહે અને રાશિદ ખાને હસતા ઈમોજીસ શેર કર્યા છે. તે જ સમયે, યુવા બેટરની આ પોસ્ટ પર ટિપ્પણી કરતા બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ લખ્યું છે, “તમે પેટ પર લાત કેમ મારી રહ્યા છો, અમારા ભાઈ.” તમને જણાવી દઈએ કે શુબમન ગિલનો આ વીડિયો એક જાહેરાતના શૂટિંગ દરમિયાનનો છે, કારણ કે બેટર રોલ માગવાની વાત કર્યા પછી, તે મેકઅપ રૂમમાં તૈયાર થતો જાેવા મળી રહ્યો છે. તેની સાથે આ વીડિયોમાં શુબમન ગિલ પીએના કિરદારમાં જાેવા મળી રહ્યો છે. તે જ સમયે, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા એક નેતાના રોલમાં જાેવા મળી રહ્યો છે. આ જાહેરાતમાં શ્રેયસ અય્યર પણ છે, જેણે ડ્રાઈવરનો ડ્રેસ પહેર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here