Home દેશ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં ફાયરિંગ

શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં ફાયરિંગ

29
0

જમ્મુ કાશ્મીરમાં ઘણા સમય બાદ આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે કે જેમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી વાગતા તેની સ્થિતિ નાજુક ગોવાનું સામે આવ્યું છે. આતંકવાદી સંગઠન TRF દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. ઘટના બાદ સુરક્ષા દળોની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને કોમ્બીંગની શરૂઆત કરી દેવામાં આવી છે. શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં ઘટેલી ઘટના પર મળતી માહિતિ મુજબ પોલીસ અધિકારી અહેમદ વાણી બાળકો સાથે મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા અને તે સમયગાળામાં કેટલાક આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.. પોલીસ અધિકારીને ગોળી વાગ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં તેમીન સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. કાશ્મીર પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ હુમલા માટે પિસ્તોલનો ઉપયોગ કર્યો છે. ઘટના બાદ તરત જ સ્થાનિક વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો અને આતંકવાદીઓની શોધખોળ આદરી દેવામાં આવી હતી. આ અંગે ફરિયાદ દાખલ કરીને પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાને લઈ સ્થાનિક ડીજીપી દિલબાગ સિંહે દાવો કર્યો હતો છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રદેશમાં આતંકવાદી ઘટનામાં ઘટાડો આવી ગયો છે. તેમણે એમ પણ ઉમેર્યું કે અમને ગર્વ છે કે છેલ્લા પાંચ વર્ષમાં સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં સામાન્ય નાગરિકોના જાનમાલને પણ કોઈ પણ પ્રકારનું નુક્શાન થયુ નથી. ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર તેઓ આતંકવાદની ઘટનાને શૂન્ય પર લઈ જવા માગે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ખાલી 30 જેટલી આતંકવાદી ઘટનાઓ ઘટી છે જે બતાવે છે કે ઘાટીમાં આતંકવાદીનો ગ્રાફ હવે નીચે ઉતરવા લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here