Home અન્ય સરકારી નકલી નોટ પર રોક લગાવવા માટે સરકારે આ મહત્વના પગલા લીધા

સરકારી નકલી નોટ પર રોક લગાવવા માટે સરકારે આ મહત્વના પગલા લીધા

94
0

સરકારે નાની નોટને એટીએમમાં સામેલ કરવા માટે નિર્દેશ આપ્યા

છ્‌સ્ માંથી નાની નોટની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે. મોટા ભાગે લોકો માટે નાની નોટમાં લેવડદેવડ સરળ રહે છે. પછી તે ઓટો માટે ભાડૂ આપવાનું હોય કે કોઈ બાળકને પૈસા આપવાના હોય. ત્યારે આવા સમયે એટીએમમાંથી નાની નોટ ન નીકળતા લોકોને મોટી નોટના છુટા કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ હવે તમારી આ મુશ્કેલી લાંબો સમય નહીં રહે. હવે આપ સરળતાથી એટીએમમાંથી નાની નોટ કાઢી શકશો. જી હાં…સરકારે હાલમાં જ તેના માટે નિર્દેશ જાહેર કર્યા છે. સરકારી નકલી નોટ પર રોક લગાવવા માટે મહત્વના પગલા ઉઠાવ્યા છે. તેના માટે સરકારે નાની નોટને એટીએમમાં સામેલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. હવે આપ સરળતાથી ૧૦૦,૨૦૦ની નોટ એટીએમમાંથી મળી રહેશે. તો વળી નકલી નોટ વિરુદ્ધ સરકાર કેટલાય સ્તર પર કાર્યવાહી કરી રહી છે. દેશમાં નોટબંધી બાદ અત્યાર સુધીમાં ફક્ત ૮૪ કરોડ રૂપિયાની નકલી નોટ પકડાઈ છે. પીએમએલએ અંતર્ગત આઠ કેસ ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રાલયે લેખિત જવાબમાં કહ્યું કે, તેના પર રોક લગાવવા માટે ભારતીય કરન્સી નોટ પર રોક લગાવવા માટે એનઆઈએએ તપાસ થઈ રહી છે. આતંકી સંગઠનને પૈસા આપવાના મામલાની વાત સામે આવી હતી, જેમાં કેટલીય એજન્સીને કામે લગાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here