Home મનોરંજન સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ૩ દિવાળી પર થશે રીલીઝ

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ૩ દિવાળી પર થશે રીલીઝ

147
0

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ભૂતકાળમાં રિલીઝ થયેલી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન વિશે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જાેકે, દર્શકોના મનમાં ખાસ સ્થાન બનાવી સ્કી નહીં. આ ફિલ્મ પછી સલમાન ટાઈગરની ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો હતો. તે જ સમયે, તાજેતરમાં જ અભિનેતાની આગામી ફિલ્મ ટાઇગર ૩ વિશે અપડેટ આવ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાને ૈંૈંહ્લછ એવોર્ડ ૨૦૨૩ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેની ફિલ્મ ટાઇગર ૩નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. અભિનેતાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે હું ટાઈગર (ટાઈગર ૩)નું શૂટિંગ કરી રહ્યો હતો, જે હવે પૂર્ણ થઈ ગયું છે. હવે તમને દિવાળીના અવસર પર ટાઈગર જાેવા મળશે, ઈન્શાઅલ્લાહ. અભિનેતાએ કહ્યું કે તે ખૂબ જ વ્યસ્ત શૂટ હતું, જાેકે બધું ખૂબ સારું રહ્યું છે. કેટરીના કૈફ પણ સલમાન ખાન સાથે ટાઇગર ૩માં જાેવા મળશે. આ ફિલ્મ દિવાળીએ સિનેમાઘરોમાં જાેવા મળશે. ટાઈગર ૩ માં શાહરૂખ ખાનનો કેમિયો જાેવા મળશે, જેની તેના ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.  આ પહેલા સલમાન ખાને શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ પઠાણમાં કેમિયો કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here