Home દુનિયા સાત્વિક-ચિરાગની જાેડીએ દુબઈમાં રચ્યો ઈતિહાસ, ભારતને મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ અપાવ્યો, સાત્વિકસાઈરાજ...

સાત્વિક-ચિરાગની જાેડીએ દુબઈમાં રચ્યો ઈતિહાસ, ભારતને મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ અપાવ્યો, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાેડીએ ખિતાબી મુકાબલામાં મલેશિયાની જાેડીને ત્રણ ગેમમાં હરાવીને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતને પ્રથમ મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ અપાવ્યો

119
0

ભારતીય શટલર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાેડીએ દુબઈમાં ઈતિહાસ રચ્યો છે. સાત્વિક અને ચિરાગે ૫૮ વર્ષની રાહનો અંત લાવીને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ માં મેન્સ ડબલ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૨ બ્રોન્ઝ મેડલ વિજેતા જાેડીએ પ્રથમ ગેમમાં નીચેથી અદભૂત પુનરાગમન કર્યું અને ઓંગ યૂ સિન અને ટીઓ ઇ યીની મલેશિયન જાેડીને ૧૬-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૯થી હરાવી. અગાઉ, માત્ર દિનેશ ખન્નાએ જ આ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો જ્યારે તેણે લખનૌમાં ૧૯૬૫માં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં થાઇલેન્ડના સાંગોબ રતનુસોર્નને હરાવ્યો હતો. આ પહેલા આ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ ડબલ્સ ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બ્રોન્ઝ મેડલ રહ્યું છે, જે ૧૯૭૧માં દીપુ ઘોષ અને રમણ ઘોષે જીત્યું હતું. બાસેલમાં સ્વિસ ઓપન સુપર ૩૦૦ ટાઈટલ જીતનાર સાત્વિક અને ચિરાગે પ્રથમ ગેમ હાર્યા છતાં લડાઈ છોડી ન હતી અને બીજી ગેમમાં ૭-૧૩ અને ત્રીજી ગેમમાં ૧૧-૧૫થી પાછળ રહીને વાપસી કરી હતી. આ જાેડીનું આ સિઝનનું આ બીજું ટાઈટલ છે. તેણે ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને મ્ઉહ્લ ટૂરમાં કારકિર્દીના પાંચ ખિતાબ જીત્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here