બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર દરેક વખતે પોતાની અદા અને એક્ટિંગથી લોકોનું દિલ જીતી લે છે. કરીના કપૂરને મોટો ભાગે આપડે રોમેન્ટિક, ડ્રામા, અને કોમેડિ ફિલ્મોમાં મોટા પડદે નિહાળી છે. ત્યારે એજન્ટ વિનોદ બાદ એકવાર ફરી કરીના એક્શન મોડમાં જોવા મળશે. જોકે આ માટે તે એકલી નહી હોય પણ તેની સાથે બોલિવુડની રાની દીપિકા પાદૂકોણ પણ એક્શન કરતી જોવા મળશે. કરીના ‘સિંઘમ અગેઈન’ દ્વારા મોટા પડદા પર તોફાન મચાવવા તૈયાર છે ત્યારે આ ફિલ્મ સંબંધિત કરીના કપૂરનો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જે પોસ્ટરમાં કરિના જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. આંખોમાં ગુસ્સો, ચેહરા પર લોહી અને હાથમાં બંદૂક સાથે કરિનાનો લુક સામે આવ્યો છે.. ‘સિંઘમ અગેઈન’માંથી કરીના કપૂરનો આ લુક અજય દેવગણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે, જે થોડા સમય પહેલા ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ના આ લૂકમાં કરીના કપૂરની સ્ટાઈલ જોવા જેવી હતી. એક્ટ્રેસ બંદૂક પકડીને લોહીથી લથબથ જોવા મળી હતી, પરંતુ તેમ છતાં તેના ચહેરા પર હિંમત દેખાઈ રહી છે. કરીના કપૂરનો આ લૂક શેર કરતા અજય દેવગને લખ્યું, “નિડર, મજબૂત અને સિંઘમની તાકાત. અવની સિંઘમને મળો.” ‘સિંઘમ અગેઈન’ સાથે જોડાયેલા કરીના કપૂરના લુકએ ચાહકોને પણ વીચારવા મજબુર કરી દીધા છે કે બોલિવુડની બે મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ એક જ ફિલ્મમાં એક્શન કરતી જોવા મળશે.. પોસ્ટર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો. આ અદ્ભુત હશે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “આ જોયા પછી, ઉત્સુકતા વધી ગઈ છે.” તમને જણાવી દઈએ કે કરીના કપૂરે પણ ‘સિંઘમ અગેઈન’ના સેટ પરથી એક ફોટો શેર કર્યો હતો, જેમાં કાર સાથે એક્શન સીન દેખાઈ રહ્યો હતો. સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં કરીના કપૂરની સાથે ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર અને અર્જુન કપૂર પણ જોવા મળી શકે છે. રોહિત શેટ્ટીએ પોસ્ટને કેપ્શન આપ્યું, “સિંઘમની તાકાતને મળો. અવની બાજીરાવ સિંઘમ… અમે પહેલીવાર 2007માં સાથે કામ કર્યું હતું… અત્યાર સુધીમાં 3 બ્લોકબસ્ટર. ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, સિંઘમ રિટર્ન્સ.” . તેણે વધુમાં ઉમેર્યું, “અને હવે તેમના ચોથા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ.






