Home દેશ સુરતના મહિધરપુરા વિસ્તાર માં ખાનગી ટ્યુશન કલાસીસના શિક્ષકે ધોરણ.10ની વિદ્યાર્થીની સાથે છેડતી...

સુરતના મહિધરપુરા વિસ્તાર માં ખાનગી ટ્યુશન કલાસીસના શિક્ષકે ધોરણ.10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરી, પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષક સામે કડક કાર્યવાહી કરી

31
0

મહિધરપુરા વિસ્તારમાં શિક્ષણને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ટ્યુશન કલાસીસના શિક્ષકે છેડતી કરી હતી. કલાસીસમાં એકલતાનો લાભ લઈ છેડતી કરતો હતો. સમગ્ર મામલે પોલીસે ટ્યુશન સંચાલક શિક્ષક ની ધરપકડ કરી પોકસો એક્ટ હેઠળ કાયદેસર ની કાર્યાવહી હાથ ધરી હતી. સુરતના મહિધરપુરા વિસ્તાર માં ખાનગી ટ્યુશન કલાસીસના શિક્ષકે ધોરણ.10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. સમગ્ર ઘટનાને લઈ વિદ્યાર્થીની એ ઘરે વાત કરતા મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી કરી શેયાંગ ઓઝા નામના શિક્ષકની ધરપકડ કરી પોકસો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આ શિક્ષક કલાસીસ માં કોઈ ના હોય તે દરમ્યાન એકલતાનો લાભ લઇ વિદ્યાર્થીની સાથે છેડતી કરતો હતો..તેની આ હરકતો ના કારણે વિદ્યાર્થીની એ ઘરે વાત કરી હતી. જેથી છેડતી કરનાર શિક્ષક ની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે પોતાના બાળકોને આગવું શિક્ષણ મળે તે માટે માતાપિતા ટ્યુશન કલાસીસમાં મોકલતા હોય છે. ત્યાં પણ આવા નરાધમ શિક્ષકો હોવાથી વાલીઓ બાળકો ને ટ્યુશન કલાસીસમાં મોકલતા ખચકાટ અનુભવે છે. ત્યારે ધોરણ.10ની વિદ્યાર્થીની સાથે આ પ્રકારની ઘટના બનતા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષક સામે કડક કાર્યવાહી કરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ મહિધરપુરા પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here