સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઉધના બીઆરસી નજીક હુન્ડાઈ કારના શો રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી તમામ લોકો શો રૂમની બહાર ભાગ્યા આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉધના વિસ્તારમાં બીઆરસી ગ્રાઉન્ડ નજીક ગણેશ હુન્ડાઈ કારના શો રૂમમાં આગ લાગી હતી. શો રૂમમાં મુકાયેલી ગાડીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ ખૂબ જ ઝડપભેર પ્રસરી હતી.
ગાડીના મોટા શો રૂમની અંદર આગ લાગતા સ્ટાફના માણસો પણ ગભરાઈ ગયા હતા. શો રૂમમાં રાખેલી ગાડીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. પરંતુ જે સ્ટાફના લોકો હતા તેઓ દોડીને બહાર આવી ગયા હતા. કારના શો રૂમમાં ભીષણ આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. એક બાદ એક કારને આગે પોતાના લપેટમાં લેતા અંદાજિત વિગતો મળી રહી છે તે મુજબ 10 જેટલી શો રૂમમાં રાખેલી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
ફાયર વિભાગને જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના થઈ હતી. માન દરવાજા, વેસુ, મજુરાની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી.
ત્યાં અંદાજે 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર વિભાગને પણ આગ ઉપર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી પડી રહી છે.






