Home ગુજરાત સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે ભાડૂઆતી ગુંડાઓ બોલાવીને પેસેન્જરની ધુલાઇ કરી, પેસેન્જરને માથાના ભાગમાં...

સુરતમાં બીઆરટીએસના ડ્રાઇવરે ભાડૂઆતી ગુંડાઓ બોલાવીને પેસેન્જરની ધુલાઇ કરી, પેસેન્જરને માથાના ભાગમાં 14થી વધુ ટાંકા આવ્યા

94
0

સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસના ડ્રાઇવરની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરોની પેસેન્જર સાથે માથાકૂટ અને બાદમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. બીઆરટીએસના ડ્રાઇવરે ભાડૂઆતી ગુંડાઓ બોલાવીને પેસેન્જરની ધુલાઇ કરી દીધી હતી, લાકડાના ફટકા મારતા પેસેન્જરને માથાના ભાગમાં 14થી વધુ ટાંકા આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજે સવારે બીઆરટીએસ બસમાં એક પેસેન્જર નોકરી જઇ રહ્યો હતો, આ પેસેન્જર અમરોલીથી સચિન ઓજીવાલામાં બસ મારફતે જઇ રહ્યો હતો. આ દરમિયાન પેસેન્જરે  બસના ડ્રાઇવરને એસી ચાલુ કરવાનું કહ્યુ હતુ, આ બાબતે બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી. આ ઘટના ઉગ્ર બની ત્યારે બીઆરટીએસના ડ્રાઇવરે પેસેન્જરની ધુલાઇ કરવા માટે કેટલાક અસામાજિક તત્વોને ઉધના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બોલાવ્યા હતા. આ ભાડૂઆતી ગુંડાઓએ બાદમાં બસમાં બેસેલા પેસેન્જર પર જીવલેણ હુમલો કર્યો પેસેન્જરના માથાના ભાગમાં જોરદાર લાકડાના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધો હતો. ભાડૂઆતી ગુંડાઓ દ્વારા પેસેન્જરને માથાના બે ભાગમાં ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેમાં કુલ 14થી વધુ ટાંકા આવ્યા હતા. લાકડાના ફટકા માથામાં વાગતા પેસેન્જર બેભાન થઇ ગયો હતો, જોકે, બાદમાં તેને સારવાર અર્થે નજીકની હૉસ્પીટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ ઘટનામાં ભોગ બનનાર પેસેન્જર દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here