Home દેશ સોની બજારમાં દિવાળી પહેલા જ રોનક જોવા મળી, લોકો સોના-ચાંદીની ખરીદી કરવા...

સોની બજારમાં દિવાળી પહેલા જ રોનક જોવા મળી, લોકો સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા, સોનાનો 24 કેરેટ સોનાનો ભાવ 63,000 તેમજ 22 કેરેટનો ભાવ 56,400

80
0

દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે. ત્યાં લોકો બજારમાં અવનવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. રાજકોટના સોની બજારમાં દિવાળી પહેલા જ રોનક જોવા મળી હતી. કારણ કે 4 અને 5 નવેમ્બર એટલે કે પુષ્ય નક્ષત્રનો સંયોગ મળી રહ્યો છે. પુષ્ય નક્ષત્રને સૌથી શુભ મૂહુર્ત માનવામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓની ખરીદી કરે છે. તેમજ અનેક શુભ કાર્યો કરવામાં આવે છે.જેથી લોકો સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. સોનાનો 24 કેરેટ સોનાનો ભાવ 63,000 તેમજ 22 કેરેટનો ભાવ 56,400 છે. ત્યારે વેપારીઓ સોનાની ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. જેમ ધનતેરસ અને દિવાળી પર લોકો સોના-ચાંદીની નાની મોટી વસ્તુઓની ખરીદી કરે જ છે. તેમ પુષ્ય નક્ષત્ર પણ સુવર્ણ મૂહુર્ત મનાય છે.એવું માનવામાં આવે છે કે આવો સંયોગ લગભગ 400 વર્ષ પછી બન્યો છે. અને આ મહામૂહુર્તમાં શુભ કાર્ય કરવાથી વ્યક્તિ કાયમી ફળ મેળવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here