Home ગુજરાત સૌરાષ્ટ્રમાં તસ્કરોએ આજવા રોડ પર સોસાયટીના બંધ મકાનમાંથી 26 તોલા સોનાની ચોરી...

સૌરાષ્ટ્રમાં તસ્કરોએ આજવા રોડ પર સોસાયટીના બંધ મકાનમાંથી 26 તોલા સોનાની ચોરી કરી

101
0

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી એ/1/43, સુરભીપાર્ક સોસાયટીમાં રહેતા નગીનભાઈ નરસિંહભાઈ સોલંકી(ઉ.62)નો પરિવાર સૌરાષ્ટ્ર દર્શને ગયો હતો. ત્યારે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ 4.82 લાખની ચોરી થઈ હતી.

ઘરે આવીને જોતા સામાન વેરવિખેર હતો. જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી નગીનભાઈ સોલંકી ગેઇલ કંપનીમાંથી નિવૃત્ત થયેલા છે. નગીનભાઈના પુત્રએ જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં ગયા હતા. અમે રાત્રે ફરીને ઘરે પાછા આવ્યા હતા.

ત્યારે ઘરને તાળુ નહોતું. ઘરમાં ગયા તો તિજોરી ખુલ્લી હતી. જેથી અમે પોલીસને જાણ કરી હતી. અમારું 26 તોલા જેટલુ સોનું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here