સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા હાલ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીએ વર્ચ્યૂઅલી સભાને સંબોધી હતી અને ગુરુકુળના સંતોને નોર્થ ઇસ્ટમાં 100 યુવકોને મોકલવાની અપીલ કરતા કહ્યું હતું કે, દર વર્ષે ઓછામાં ઓછા 100 યુવક પંદર દિવસ માટે નોર્થ ઈસ્ટ જાય. નાગાલેન્ડ, સિક્કીમ, ત્રિપુરા જેવા શહેરોમાં જાય. ત્યાંના યુવકોને મળે જેથી સાંસ્કૃતિક તાદામ્ય સર્જાય.દર વર્ષે દોઢસો યુવકો 15 દિવસ માટે ત્યાં જાય. તો કેટલું સારું!’ આ ઉપરાંત ઈતિહાસમાં પહેલીવાર રાજકોટની ભાગોળે દીકરીઓ માટે ખાસ ગુરુકૂળ બની રહ્યું છે. અને તેનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે. તેની પણ પીએમ મોદીએ પ્રસંશા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,75 વર્ષ પહેલા આપણા સંતોએ આ યાત્રાનો આરંભ કર્યો હતો. તમને નોર્થ ઇસ્ટમાં જઈને લાગશે કે કેવા હોનહાર યુવકો નોર્થ ઈસ્ટમાં છે. તેમની સાથે નાતો જોડાય તો દેશ માટે નવી તાકાત જોડાશે. તો સાથએ જ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુરુકુળના વિદ્યાર્થીઓ શેરી નાટકો કરે અને લોકોને જ્ઞાન આપે, જેમ મનુષ્યને વ્યસનથી મુક્તિ માટે અભિયાન ચલાવીએ છીએ. તેમ ધરતી માતાને કેમિકલથી મુક્તિનુ પ્રણ લેવડાવવા તમે પ્રયાસો કરો. તમારા માધ્યમથી વાત સરળતાથી પહોંચશે. આઝાદીના અમૃતકાળમાં ગુરુકુળ ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની રક્ષા માટે નવા વિચારોને લઈને ચાલી શકે છે. મને વિશ્વાસ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય પાસેથી મેં જ્યારે જે માંગ્યુ છે તે પુરુ કર્યું છે.
આનાથી ભાવિ પેઢીનું જીવન સરળ થશે. પ્રધાનમંત્રીશ્રીએ સહર્ષ કહ્યું હતું કે સ્વામિનારાયણ ગુરૂકુળ યાત્રાનું 75મું વર્ષ એવા સમયે પૂરું થઇ રહ્યું છે કે જ્યારે દેશ આઝાદીનું ૭૫મું વર્ષ ઉજવી રહ્યું છે. આ સુખદ સંયોગ છે. આ સંસ્કૃતિ અને સમર્પણનો સુયોગ છે. અધ્યાત્મ અને આધુનિકતાનો સુયોગ છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણા પર જવાબદારી હતી કે આપણે શિક્ષાના ક્ષેત્રમાં ભારતના પ્રાચીન વૈભવ અને આપણા મહાન ગૌરવને પુન:જીવિત કરીએ. આપણા સંતો અને આચાર્યોએ એક બીડું ઉઠાવ્યું અને સ્વામિનારાયણ ગુરુકુળ આ સુયોગનું જીવંત ઉદાહરણ છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, મારું સૌભાગ્ય રહ્યુ છે કે, આ ગુરુકુળના મૂળમાં ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા રહી છે.
પ્રવર્તનીય સદવિદ્યા, ભૂમિયત સુકૃતમ મહંત, અર્થાત સતવિદ્યાનો પ્રસાર, સંસારનું પવિત્ર કાર્ય છે. આ જ તો જ્ઞાન અને શિક્ષા પ્રતિ ભારતનું શાશ્વત સમર્પણ છે. જેના પાયામાં આપણી સભ્યતા છે. રાજકોટમાં ક્યારેક 7 વિદ્યાર્થી સાથે ગુરુકુળનો પ્રારંભ થયો હતો. દેશવિદેશમાં તેની 50 શાખા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં વિદ્યાર્થી આવે છે. 75 વર્ષમાં ગુરુકુળે છાત્રોના મનમસ્તિકને સિંચન કર્યું છે. જેથી તેમનો વિકાસ થઈ શકે. ગુરુકુળ પરંપરાએ દરેક ક્ષેત્રમાં દેશની મેઘાને પોષિત કર્યુ છે. ગુરુકુળની વિશેષતા બધા જાણે છે, તે આપણને પ્રભાવિત કરે છે.
પહેલા અને આજે પણ ગુરુકુળ દરેક ગરીબ વિદ્યાર્થી પાસેથી એક દિવસની એક જ રૂપિયા ફી લે છે. તેનાથી ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવાનો રસ્તો સરળ બને છે.ભારતના ગુરુકુળના ઈતિહાસને વર્ણવતા તેમણે કહ્યું કે, ભારતમાં જ્ઞાન જ જીવનનું સર્ચોચ્ચ હેતુ રહ્યો છે. નાલંદા અને તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલય ભારતની આ ગુરુશિષ્ય પરંપરાના પર્યાય હતા. ખોજ અને શોધ જીવન પદ્ધતિનો ભાગ હતા. ભારતના કણ કણમાં જે વિવિધતા છે, સાંસ્કૃતિક સમૃદ્ધિ છે, તે શોધના પરિણામ છે.
આત્મતત્વથી પરમાત્મ તત્વથી આધ્યાત્મથી આયુર્વેદ સુધી, સોશિયલ સાયન્સથી સોલાર સાયન્સ સુથી, મેથ્સથી મીટિરિયોલોજી સુધી, શૂન્યથી અનંત સુધી આપણે દરેક ક્ષેત્રમાં શોધના નવા પરિણામ કાઢ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ભારતે અંધકારથી ભરેલા યુગોમાં માનવતાના પ્રકાશની એ કિરણ આપી, જેનાથી આધુનિક વિશ્વ અને આધુનિક વિજ્ઞાનની યાત્રા શરૂ થઈ. ગુરુકુળની શક્તિએ વિશ્વને માર્ગ આપ્યો.
જેન્ડર ઈક્વાલિટી જેવા શબ્દનો જન્મ પણ ન થયો હતો, ત્યારે આપણે ત્યા ગાર્ગી મૈત્રી જેવી વિદૂષીઓ શાસ્ત્રાક્ત કરતી હતી. લવકુશ સાથે આત્રૈયી પણ ભણી રહ્યા હતા. સ્વામિનારયણ ગુરુકુળ આ પુરાતન પરંપરાને આગળ વધારવા કન્યા ગુરુકુળની શરૂઆત કરી રહ્યું છે. ત્યારે તેમણે શુભેચ્છા પાઠવું છું તેમ કહીને સભા પૂર્ણ કરી હતી.






