Home દેશ 9 મહિના પહેલા થયું હતું મોત, હવે તે વ્યક્તિની ફાંસીની સજા પર...

9 મહિના પહેલા થયું હતું મોત, હવે તે વ્યક્તિની ફાંસીની સજા પર થવાની છે સુનાવણી

39
0

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી મૃત્યુદંડની સજા સંભળાતી હોય? કદાચ સાંભળ્યું ન હોય. આવું પાકિસ્તાનમાં થવાનું છે. આ કેસ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને લશ્કરી શાસક પરવેઝ મુશર્રફ સાથે સંબંધિત છે. મુશર્રફના મૃત્યુના નવ મહિના બાદ હવે તેમની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શું વિશ્વાસ નહિ આવતો ને.. જો હકીકતમાં, પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફને દોષિત ઠેરવવા સંબંધિત વિવિધ અપીલો પર સુપ્રીમ કોર્ટ આવતા શુક્રવારથી સુનાવણી શરૂ કરશે. આ વિવિધ અપીલોમાં પરવેઝ મુશર્રફની અપીલનો પણ સમાવેશ થાય છે, જેમાં તેમણે તેમની મૃત્યુદંડની સજાને રદ કરવાની વિનંતી કરી હતી. પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં પાકિસ્તાનની વિશેષ અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. જેની સામે મુશર્રફે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી… 17 ડિસેમ્બર, 2019 ના રોજ, જસ્ટિસ વકાર અહમદ સેઠ, જસ્ટિસ નઝર અકબર અને જસ્ટિસ શાહિદ કરીમની બનેલી ત્રણ જજોની વિશેષ અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ અને લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને બંધારણના ઉલ્લંઘન બદલ કલમ 6 હેઠળ દેશદ્રોહનો દોષી ઠેરવ્યો હતો. આ પછી મુશર્રફની ગેરહાજરીમાં ફાંસીની સજાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે સ્પેશિયલ કોર્ટના આ નિર્ણય પર પાકિસ્તાન સેનાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી લાહોર હાઈકોર્ટે મુશર્રફની ફાંસીની સજા રદ કરી હતી. ખાસ વાત એ છે કે 9 જાન્યુઆરી 2020ના રોજ લાહોર હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટની બેંચની રચનાને ગેરબંધારણીય ગણાવી હતી. લાહોર હાઈકોર્ટના જણાવ્યા અનુસાર વિશેષ અદાલતની રચના કેબિનેટની મંજૂરી વગર કરવામાં આવી હતી. તેને આધાર તરીકે લેતા કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો… સ્પેશિયલ કોર્ટના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાના લાહોર હાઈકોર્ટના નિર્ણય બાદ સિંધ હાઈકોર્ટ બાર એસોસિએશને 13 જાન્યુઆરી, 2020ના રોજ તેને પડકાર્યો હતો. જેમાં એસોસિએશને આ નિર્ણય રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાહોર હાઇકોર્ટનો નિર્ણય સર્વોચ્ચ અદાલતો દ્વારા નિર્ધારિત કાયદા તેમજ 2019ના લાહોર હાઇકોર્ટ બાર એસોસિએશન કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશની વિરુદ્ધ છે. જેમાં સર્વોચ્ચ અદાલતને બંધારણને નષ્ટ કરવા બદલ વિશેષ અદાલત દ્વારા મુશર્રફને આપવામાં આવેલી સજાને પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી હતી. હવે પરવેઝ મુશર્રફના મૃત્યુના 9 મહિના બાદ તેમની ફાંસીની સજા રદ કરવાની તેમની અપીલ પર સુનાવણી થશે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા, જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ, જસ્ટિસ અમિનુદ દીન ખાન અને જસ્ટિસ અતહર મિનાલ્લાની ચાર સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરશે. નોંધનીય છે કે મુશર્રફે પોતાના વકીલ સલમાન સફદર મારફત સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને દોષિત ઠરાવવાની વિનંતી કરી હતી. અરજીમાં તેણે કહ્યું હતું કે આ કેસ બંધારણ સાથે સંબંધિત નથી, તેની સામે ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરવામાં આવી હતી… ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈમાં ફેબ્રુઆરી 2023માં બીમારીના કારણે નિધન થયું હતું. વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. પરવેઝ મુશર્રફ આ યુદ્ધના આર્કિટેક્ટ હતા. જેમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનને હરાવી વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here