Home અન્ય જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શંકાસ્પદ આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબારી કરી

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શંકાસ્પદ આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબારી કરી

123
0

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારીની ઘટનામાં 3 સ્થાનીક લોકોના મોત, 7 લોકો ઈજાગ્રસ્ત થયા

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારીની ઘટનામાં 3 સ્થાનીક લોકોના મોત થયા છે અને 7 લોકોને ઈજા પહોંચી છે. ઉપરી ડાંગરી ગામમાં આશરે 50 મીટરના અંતરે સ્થિત 3 ઘરો પર આ ફાયરિંગ થયું છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજૌરી સ્થિત હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ટ ડો. મહમૂદે આ ઘટના વિશે વિસ્તારથી જાણકારી આપી છે. તેમણે કહ્યું- રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને સાતને ઈજા પહોંચી છે.

ઈજાગ્રસ્તોની સારવાર અહીં હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના લોકો અહીં પહોંચ્યા છે. રાજૌરી જિલ્લામાં આ પહેલા 16 ડિસેમ્બરે સૈન્ય શિબિરની બહાર ગોળીબારી થઈ હતી, જેમાં બે સામાન્ય નાગરિકના મોત અને એકને ઈજા પહોંચી હતી. સેનાએ આ ઘટના માટે અજાણ્યા આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ અધિકારીઓએ પહેલા કહ્યું હતું કે સેનાના એક સંતરીએ કથિત રૂપથી ગોળીબારી કરી જેમાં લોકોને નુકસાન પહોંચ્યું છે.

આ ઘટના બાદ સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ હત્યાઓના વિરોધમાં શિબિર પર પથ્થરમારો કર્યો હતો. તો શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીફના એક બંકર પર ગ્રેનેડ ફેંક્યું, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. અધિકારીઓ પ્રમાણે આ ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં બની હતી. આતંકીઓએ સાંજે લગભગ 7.45 કલાકે મિર્ઝા કામિલ ચોકની પાસે સીઆરપીએફના એક બંકર તરફ ગ્રેનેડ હુમલો કર્યો, જે રસ્તા કિનારે ફાટી ગયું હતું. અધિકારીઓએ કહ્યું કે હબક નિવાસી સમીર અહમદ મલ્લાને વિસ્ફોટમાં સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here