Home ગુજરાત શામળાજીમાં ફાયનાન્સ પેઢીના બે કર્મચારીઓને રોકીને 2.25 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોને...

શામળાજીમાં ફાયનાન્સ પેઢીના બે કર્મચારીઓને રોકીને 2.25 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા

81
0

આજકાલ તો ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ અને ધાડની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓને અંજામ આપનાર લૂંટારા ગેંગને ઝડપી લેવા પોલીસ તંત્ર પણ સતર્ક હોય છે. ત્યારે અરવલ્લીના શામળાજી પાસે ડિસેમ્બરમાં થયેલી લૂંટના ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ૯ ડિસેમ્બરના રોજ એક ખાનગી ફાયનાન્સ પેઢીના બે કર્મચારી પેઢીના નાણાંની ઉઘરાણી પતાવી શામળાજીના જાબચિતરિયા પાસે આવેલ બોબી માતાના મંદિર પાસે આવતા હતા.

ત્યારે અગાઉથી રેકી કરેલા ચાર યુવકોએ આ બે કર્મચારીઓને રોકી રોફ જમાવી ફાયનાન્સ પેઢીના ઉઘરાણીના નાણાં રૂપિયા અઢી લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતાય. જે બાબતે શામળાજી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસની તપાસ જિલ્લા એલસીબી વિભાગ કરતું હતું ત્યારે આજે જિલ્લા એલસીબીની ટીમ શામળાજી તરફ વાહન ચેકીંગમાં હતી

તે દરમિયાન એક બાતમિદાર પાસેથી બાતમી મળી હતી કે 9 ડિસેમ્બર ના રોજ ફાયનાન્સ પેઢી ના કર્મચારી ને લૂંટનાર આરોપીઓ આજે અહીંથી પસાર થવાના છે એવી ચોક્કસ બાતમી આધારે જિલ્લા એલસીબી ની ટીમે વોચ ગોઠવી હતી જેવા ચાર આરોપીઓ બાઇક પર પસાર થતા તેઓને રોકી તેમની પાસેથી સવા લાખ રૂપિયા રોકડ અને મોબાઈલ સહિત નો મુદ્દામાલ જપ્ત કરી

ચારે આરોપીઓ ની પૂછપરછ હાથ ધરતા 9 ડિસેમ્બર ના રોજ ખાનગી ફાયનસ પેઢી ના કર્મચારીઓ ની લૂંટ કરી હોવાના ગુન્હા ની કબૂલાત કરતા પોલીસે ચારે ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here