Home ગુજરાત વિસનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની નવી બિલ્ડિંગ નિર્માણ કામનું નિરીક્ષણ તેમજ...

વિસનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની નવી બિલ્ડિંગ નિર્માણ કામનું નિરીક્ષણ તેમજ દર્દીઓની મુલાકાત લીધી

81
0

વિસનગરમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાના વિસ્તારમાં હંમેશા આરોગ્યલક્ષી કામગીરી માટે તત્પર રહેતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવનિર્માણ પામી રહેલી નવી બિલ્ડિંગના નિર્માણ કામ ચાલી રહ્યું છે. જે કામનું ઋષિકેશ પટેલે નિરીક્ષણ કર્યું હતું.

નવી બિલ્ડિંગની ચાલતી કામગીરીમાં ઋષિકેશ પટેલે મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ગુજરાત સરકારના આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિત હોસ્પિટલ સ્ટાફ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓ સાથે રહ્યાં હતા. આમ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખબર અંતર પૂછી નવી બિલ્ડિંગની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here