Home ગુજરાત નંદાસણ ગામે બે દિવસ પૂર્વે નજીવી બાબતમાં મારામારીનો સીસીટીવી આજે સામે આવ્યા,...

નંદાસણ ગામે બે દિવસ પૂર્વે નજીવી બાબતમાં મારામારીનો સીસીટીવી આજે સામે આવ્યા, જેના આધારે નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી

134
0

કડી તાલુકાના નંદાસણ ગામે આજથી બે દિવસ પૂર્વે નજીવી બાબતમાં મારામારી થઈ હતી. જેના સીસીટીવી આજે સામે આવ્યા છે. જેના આધારે નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે નંદાસણ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં કુલ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી.  બે દિવસ પૂર્વે નજીવી બાબતમાં મારામારી થઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે અને આ સીસીટીવીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે જોઈએ તો એક વાઈટ શર્ટમાં વ્યક્તિ હાથમાં હથોડો લઈને ઉભો છે.

થોડીવારમાં ત્યાં બાઈક પર બે શખ્સો આવે છે અને વાઈટ શર્ટમાં ઉભેલો વ્યક્તિ અને એ બંને શખ્સો એક બીજા ઉપર જીવલેણ હુમલો કરે છે. ત્યાંજ બીજી તરફ એક સ્કોર્પિઓ ગાડીમાંથી 2-4 શખ્સો ઉતરી ધારીયા, ધોકા વડે મારામારી કરવા લાગ્યા હતા. આ સમગ્ર બનાવ મામલે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કડી તાલુકાના નંદાસણ ગામે રહેતો અનીશ ઉર્ફે સરપંચ સૈયદ કે જેવો ગામની અંદર જ રહે છે અને ખેતીવાડીનો વ્યવસાય કરે છે.

જ્યાં અનીશ સૈયદના ભત્રીજાને નાસ્તો કરવાનો હોય અનીશ નંદાસણ ખાતે આવેલી હોટલમાં નાસ્તો લેવા ગયો હતો. જે દરમિયાન નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી આવી પહોંચી હતી અને ઇસમો ધારીયા અને ધોકા લઈ અનિશ ઉપર બેફામ તૂટી પડતા અનીશને ઇજાઓ પહોંચી હતી અને માથામાં ટાંકા આવ્યા હતા.

નંદાસણ ગામે સ્કાય વે હોટલ પાસે ઉભેલા અનીશ ઉર્ફે સરપંચ સૈયદ ઉપર સેહઝાદ અલી સૈયદ, સદામ અલી સૈયદ સહિતના ઇસમો ઉતરીને ધારીયા તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો. જ્યાં નંદાસણ પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે આજે સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here