Home દુનિયા ચીને પહેલીવાર સત્ય જણાવ્યું, ચીનમાં કોરોનાને કારણે 36 દિવસમાં જ હજારો લોકોના...

ચીને પહેલીવાર સત્ય જણાવ્યું, ચીનમાં કોરોનાને કારણે 36 દિવસમાં જ હજારો લોકોના મોત

106
0

ચીનમાં કોરોનાથી હાહાકાર મચેલો છે. 8 ડિસેમ્બરથી લઈને 12 જાન્યુઆરી વચ્ચે એટલે કે 36 દિવસમાં 60 હજાર લોકોના કોરોના સંક્રમણને લીધે મોત થયા છે. આ પહેલીવાર છે જ્યારે ચીને મોતનો આંકડો જાહેર કર્યો છે. જીરો કોવિડ પોલિસીમાં ઢીલ આપ્યા બાદ ચીનમાં અચાનક કેસ વધ્યા છે. નેશનલ હેલ્થ કમીશનના મેડિકલ અફેયર્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જિયાઓ યાહુઈએ કહ્યુ કે ચીનમાં કોવિડ ઇન્ફેક્શનને કારણે રેસ્પિરેટરી ફેલિયરને કારણે 5503 મોત થયા છે. આ સિવાય 54,435 લોકોના મોત કોવિડ સંક્રમણને કારણે થયા પરંતુ તે કેન્સર કે હાર્ટની બીમારીઓથી પીડિત હતા. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે ચીન કોરોનાને કારણે થયેલા મોતોની ગણતરી કરી રહ્યાં છે, જે નિમોનિયા અને રેસ્પિરેટરી ફેલિયરને કારણે થયા છે. આ ફોર્મ્યુલા વિશ્વ આરોગ્ય સંસ્થાની રીતથી એકદમ અલગ છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ પ્રમાણે ચીન કોરોનાને કારણે થયેલા મોતની ગણતરી કરી રહ્યું છે, જે નિમોનિયા અને રેસ્પિરેટરી ફેલિયરને કારણે થયું છે. આ ફોર્મ્યુલા WHO ની રીતથી અલગ છે. મરનારની એવરેજ ઉંમર 80.3 અને મૃત્યુ પામનારમાં 90 ટકાની ઉંમર 65 ટકા કે તેનાથી વધુ હતી. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ છે. ચીન પર કોરોનાને કારણે થયેલા મોતને છુપાવવાના આરોપો લાગ્યા છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે ચીનમાં હોસ્પિટલો અને અંતિમ સંસ્કાર ગૃહો મૃતદેહોથી ભરેલા છે. ઘણા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને બાકીના વિશ્વ સાથે વધુ ડેટા શેર કરવા માટે પણ કહ્યું. જો કે, ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુએસ પર પણ XBB.1.5 સબવેરિયન્ટના પ્રચલિતતા વિશેના ડેટાને સમયસર શેર કરવા માટે દબાણ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here