Home ગુજરાત કટ્ટરપંથીઓ દ્વારા દેશમાં વધી રહેલા હુમલાઓને લઈને વિશ્વ હિંદુ પરિષદે રાષ્ટ્રપતિને સંબોધતુ...

કટ્ટરપંથીઓ દ્વારા દેશમાં વધી રહેલા હુમલાઓને લઈને વિશ્વ હિંદુ પરિષદે રાષ્ટ્રપતિને સંબોધતુ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

64
0

ભાવનગર વિશ્વ હિંદુ પરિષદ ભાવનગર દ્વારા દેશમાં કટ્ટરપંથીઓ દ્વારા અરાજકતા સાથે હિન્દુ ધર્મ અને સમુદાય ને જોખમાય એવી પ્રવૃત્તિઓ ને લઈને રાષ્ટ્રપતિ ને સંબોધતુ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર ને આપ્યું હતું. સમગ્ર દેશમાં કટ્ટરપંથીઓ દ્વારા અરાજકતા જેવો માહોલ ઉભો કરવા અને હિંદુ સમાજના નૈતિક પ્રતિનિધિત્વ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિત હિન્દુ સંપ્રદાય-સનાતન ધર્મ સાથે સંકળાયેલા જુથ તથા કાર્યકરો ઉપર જેહાદી ઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યાં છે છેલ્લા ટૂંકા ગાળામાં અનેક કાર્યકરોની નિર્મમ હત્યા કરવામાં આવી છે ઉપરાંત જેહાદીઓ હિંદુ ઓની બહેન-દિકરીઓને ભગાડી લવ જેહાદ જેવી ક્રુર ઘટનાને વારંવાર અંજામ આપી રહ્યાં છે

ત્યારે આ પ્રકરણે રાજ્યમાં વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધી આવેદનપત્ર આપી રહ્યાં છે ત્યારે ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર દ્વારા પણ રાષ્ટ્રપતિ ને સંબોધિને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું. તા.8 જાન્યુઆરી 2023ના રોજ દક્ષિણ આસામના કરીમગંજમાં બજરંગ દળના કાર્યકર સંભુ કોઈરી અને જમ્મુ-રાજૌરીના ડાંગરી ગામમાં જેહાદી હુમલાખોરોએ દીપક અને 7 લોકો પર હુમલો કર્યો.

પ્રિન્સ સહિત હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જેહાદી પ્રચંડ હિંદુ સમાજ માટે દેશવ્યાપી પડકાર બની ગયો છે. આ અંગે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગરના અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ ઉપેન્દ્રભાઈ દવે, અરવિંદભાઈ રાઠોડ, બજરંગ દળ સહ સંયોજક જય ટાકોલીયા, બજરંગ દળ સુરક્ષા પ્રમુખ ચિરાગભાઈ, બજરંગ દળ બલોપાસના પ્રમુખ રોહિતભાઈ બારૈયા, માતૃશક્તિ સંયોજીકા આભાબેન તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here