ઉત્તર પ્રદેશના લોકનિર્માણ મંત્રી જિતિન પ્રસાદે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ કચ્છી શૉલથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિતિન પ્રસાદ સાથે ઉત્તર પ્રદેશ સરકારના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જી. એન. સિંઘ અને અનુપમ શુક્લા પણ જોડાયા હતા. સૌ મહાનુભાવોને રાજ્યપાલશ્રીએ આવકાર્યા હતા.
Home ગુજરાત ઉત્તર પ્રદેશના મંત્રી જિતિન પ્રસાદની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત






