સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મિનિસ્ટ્રી ઓફ ઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ભારત સરકાર દ્વારા ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ એસેસમેન્ટ માટે માળખું તૈયાર કરવામાં આવેલ છે જે અંતર્ગત જુદા જુદા શહેરો માટે જરૂરીયાત મુજબ પરિણામ આધારે આયોજન અને શહેરી વિકાસ તરફ આગળ વધવામાં મદદરૂપ થાય તે મુજબની વાર્ષિક પ્રક્રિયા નક્કી કરવામાં આવેલ જેમાં ભાગ લેનાર 10 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરો પૈકી અમદાવાદ શહેર દ્વારા પણ ભાગ લેવામાં આવેલ છે,
ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022 એ મૂળભૂત ભૌતિક સુવિધાઓ જેવી કે ડેમોગ્રાફી અર્થતંત્ર શિક્ષણ ઉર્જા ફાઇનાન્સ ગવર્નન્સ અને લોકજાગૃતિ હાઉસિંગ પર્યાવરણ પાણી અને સ્વચ્છતા સલામતી અને સુરક્ષા સ્વાસ્થ્ય પરિવહન આયોજન ઘન કચરાના નિકાલ વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલ સ્વમૂલ્યાંકન પદ્ધતિ છે. જેમાં શહેરીજનોને ગુણવત્તા ભરી જીવનશૈલી માટે જરૂરી એવા ત્રણ આધાર સ્તંભો જેવા કે ઇક્વાલિટી ઓફ લાઈફ, ઇકોનોમિક એબિલિટી તેમજ સસ્પેન્ડિબિલિટી છે તેમજ સીટીઝન પરસેપ્શન સર્વે 2022 દ્વારા મૂલ્યાંકન કરવામાં આવી રહેલ છે. આ ત્રણ આધાર સ્તંભને વધુ 14 સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેનું મૂલ્યાંકન 442 જેટલા ઇન્ડિકેટર્સ પર કરવામાં આવેલ છે જેના આધારે મહાનગરપાલિકા અને નગરપાલિકાના ક્ષેત્રિય પ્રદાન નું મૂલ્યાંકન કરવામાં આવી રહેલ છે.
ઉલ્લેખનીય છે કે ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નાગરિકોને જાગૃત કરવા તેમજ નાગરિકોને આ સર્વેક્ષણમાં સામેલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્તમાન પત્રોની જાહેરાતો સોશિયલ મીડિયા હોર્ડિંગ્સ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ -ગવર્નન્સ વિભાગ દ્વારા સંચાલિત 60 જેટલા સીટી સિવિક સેન્ટર જેવા કે શેઠ એમ જે લાઇબ્રેરી, જીમનેસિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કાંકરિયા લેક ફ્રન્ટ, રિવરફ્રન્ટ ગાર્ડન વગેરે સ્થળો પર સ્ટેન્ડી મુકાવીને વિવિધ ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે અને અમદાવાદ શહેરના ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સના વિવિધ પરિબળો માટે પોતાના પ્રતિભાવો આપવામાં આવી રહેલ છે.






