Home ગુજરાત મહેસાણાના પાલાવાસણા નજીક ખેડૂત ખેતરે કામ અર્થે ગયાને તસ્કરોએ પાર્ક કરેલા બાઈકની...

મહેસાણાના પાલાવાસણા નજીક ખેડૂત ખેતરે કામ અર્થે ગયાને તસ્કરોએ પાર્ક કરેલા બાઈકની ચોરી કરી

106
0

મહેસાણા-પાલાવાસણા બાયપાસ પર આવેલા પેટ્રોલપંપ નજીકના ખેતરમાં બાઇક પાર્ક કરી ખેડૂત કામ અર્થે ગયા હતા, જ્યાં અજાણ્યા કોઈ તસ્કરોએ બાઇકની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મહેસાણામાં આવેલા પાલાવાસણાના વડોસણ વાસમાં રહેતા ફુલાજી બાજાજી ઠાકોર પોતાનું (જીજે-2-એકે-1955) નંબરનું બાઇક લઇ પાલાવાસણા બાયપાસ નજીક પેટ્રોલ પંપ પાછળ તેના ખેતરમાં ગયા હતા.

જ્યા પેટ્રોલપંપ નજીક તેઓએ બાઈકને પાર્ક કર્યું હતું. આ દરમિયાન અજાણ્યા કોઈ તસ્કરોએ ગણતરીની મિનિટમાં બાઇકની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

બાઇક 16 જાન્યુઆરીના સાંજે ચોરી થયું હતું. ત્યારે ફરિયાદીએ બાઇકની શોધખોળ કરતા આજ સુધી બાઇક ક્યાંય ન મળતા આઠ દિવસ બાદ બાઇક ચોરી મામલે ફરિયાદ દાખલ કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here