પત્નીની ના અને નારાજગીને ન સમજવી અને તેની સાથે બળજબરીથી સંબંધો બનાવવાનો પ્રયાસ કરવો એ હવે સામાન્ય બની ગયું છે. કાયદામાં પત્નીને પણ હક મળ્યો છે. તમે એન મરજી વિના એની સાથે સંબંધો બાંધી શકો નહીં. આ કેસમાં એક પત્નીએ પતિ સાથે એવું કર્યું કે પતિ ભરાઈ ગયો છે. ગુસ્સામાં આવીને પત્નીએ તેની જીભ કાપી નાખી. આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં પતિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. આ ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશનો છે. અહીં રાજધાની લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં એક પતિને જીભ કાપીને જબરદસ્તી પત્ની સાથે સંબંધો બાંધવાની સજા ભોગવવી પડી હતી. હોસ્પિટલમાં દાખલ પતિએ જણાવ્યું કે તેની પત્ની છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે બીમાર છે. જ્યારે તે ગઈકાલે રાત્રે તેની પાસે ગયો અને તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ના પાડી દીધી હતી. તેણીના ના કહેતી હોવા છતાં પતિએ તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું. દરમિયાન ગુસ્સામાં આવેલી પત્નીએ તેની જીભ કાપી નાખી હતી. આ ઘટના બાદ સંબંધીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે માહિતી આપી છે કે આરોપી પત્ની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 326 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના નિવેદન બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. પતિએ કયા સંજોગોમાં બળજબરી કરી હતી તે પણ જાણવામાં આવશે. જો કે, એવી શક્યતા છે કે ઇજાગ્રસ્ત પતિ તેની પત્ની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે.







