Home દુનિયા વાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના પગને પરોડતા – ઝટકતા જોવા મળ્યા!..

વાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના પગને પરોડતા – ઝટકતા જોવા મળ્યા!..

106
0

વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય અંગે ગત એક વર્ષથી સતત અટકળો થઈ રહી છે. અનેક રિપોર્ટ્સમાં અસ્પષ્ટ અને અપ્રમાણિત રીતે દાવો થઈ રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સર કે પછી પાર્કિન્સન્સ રોગથી પીડિત છે. હવે ફરીથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં પુતિન પોતાના પગને પરોડતા અને ઝટકતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો બાદ ફરીથી એકવાર તેમના સ્વાસ્થ્ય અંગે સવાલ ઊભો થયો છે.

રશિયાના રાષ્ટ્રપતિની તેમના બેલારૂસ સમકક્ષ અલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથે બેઠકની એક ક્લિપ યુક્રેની આંતરિક મામલાઓના સલાહકાર એન્ટોન ગેરાશચેન્કો દ્વારા શેર કરાઈ હતી. એન્ટોન ગેરાશચેન્કોએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે ‘લુકાશેન્કો સાથે તેમની બેઠક દરમિયાન પુતિનના પગ. શું આ મોર્સ કોડે છે?’ ન્યૂઝ આઉટલેટ વિસેગ્રેડે પણ કથિત રીતે વીડિયો શેર કરતા કહ્યું કે, લાગે છે કે કઈક ગડબડ છે.

બીજી બાજુ @AdinOfCrimea નામ દ્વારા એક મીટિંગનો આખો વીડિયો શેર કરાયો જેમાં લખ્યું હતું કે જેમને લાગે છે કે ‘આ વીડિયો એડિટેડ છે, આ ઓરિજિનલ વીડિયો છે. ભલે બેચેન હોય, કે તબીબી સમસ્યા, આ વિશ્વ મંચ પર સામાન્ય વ્યવહાર નથી. મે પાર્કિન્સન્સથી મૃત્યુ પામેલા મારા પિતાની 7 વર્ષ સુધી દેખભાળ કરી હતી. હું દાવા સાથે કહી શકું છું કે આ પાર્કિન્સનના પ્રાથમિક લક્ષણો છે, પરંતુ નિર્ણય તમે લઈ શકો છો.’

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય અંગે સતત મીડિયા રિપોર્ટસમાં અનેક પ્રકારના દાવા થઈ રહ્યા છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો કે વ્લાદિમિર પુતિન પશ્ચિમી દેશોમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. રશિયાના ઈતિહાસકાર અને રાજનીતિક વિશેષજ્ઞ વાલેરી સોલોવીએ પણ કેન્સર વિરુદ્ધ પુતિનની પશ્ચિમી દેશોમાં સારવારની પુષ્ટિ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here