Home દુનિયા બ્રાજીલમાં પૂલ ગેમમાં હાર સહન ના થતા!.. બે લોકોએ તો, ફાયરિંગ કરી...

બ્રાજીલમાં પૂલ ગેમમાં હાર સહન ના થતા!.. બે લોકોએ તો, ફાયરિંગ કરી 7ને મારી દીધી ગોળી

87
0

બ્રાઝિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં બે લોકો ફાયરિંગ કરતા જોવા મળે છે. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં એક 12 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા. બનાવ પાછળનું કારણ એ છે કે બંને આરોપીઓ પૂલ ગેમમાં હારી ગયા હતા. હાર્યા પછી, હોલમાં બાકીના લોકો તેના પર હસવા લાગ્યા.

આરોપીઓ આ સહન ન કરી શક્યા અને ગુસ્સામાં બંનેએ ફાયરિંગ કર્યું. હવે પોલીસ આરોપીને શોધી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગેમ બાદ બધા હોલમાં બેઠા છે. એટલામાં એક માણસ બંદૂક લઈને ત્યાં આવે છે અને બધા લોકોને હાથ ઊંચા કરવા કહે છે. તે દરેકને દિવાલ તરફની લાઇનમાં ઊભા રહેવાનું કહે છે. અન્ય એક વ્યક્તિ શોટગન લઈને કારમાંથી બહાર આવે છે.

બંને ફાયરિંગ શરૂ કરે છે. 7 લોકોના મોત થયા છે. તેઓ જમીન પર પડતા જોઈ શકાય છે. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા પણ જોઈ શકાય છે. આ હુમલાખોરોની તસવીર છે. એડગર રિકાર્ડો ડી ઓલિવેરા (ડાબે), 30, અને રિબેરો, 27, પૂલ હોલમાંથી કેટલાક પૈસા અને એક મહિલાનું પર્સ લઈને ભાગી ગયા હતા.

આ ઘટના 21 ફેબ્રુઆરીની કહેવાય છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ ઘટના માટો ગ્રોસો સ્ટેટના સિનોપ શહેરમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું – અહીં પૂલ ગેમ રમતી વખતે ફાયરિંગ થયું હતું. આરોપી એડગર રિકાર્ડો ડી ઓલિવિરા અને એઝેક્વિઆસ સોઝા રિબેરો રમતમાં હાર્યા હતા.

આ પછી અહીં હાજર તમામ લોકો તેની પર હસવા લાગ્યા. એડગર અને એઝેક્વિઆસ આ સહન ન કરી શક્યા અને બંનેએ ફાયરિંગ શરૂ કર્યું. થોડીવાર બાદ બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here