સુપ્રીમ કોર્ટે રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને દેશભર અને વિદેશમાં ઉચ્ચ કેટેગરીવાળી ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહની પીઠે સોમવારે કહ્યું કે, વિચાર્યા બાદ આ મત છે કે, જો સુરક્ષા સંબંધી ખતરો છે, તો સુરક્ષા વ્યવસ્થાને કોઈ વિશેષ ક્ષેત્ર અથવા રહેવામાં કોઈ વિશેષ સ્થાન સુધી સીમિત કરી શકાય નહીં. પીઠે કહ્યું કે, પ્રતિવાદી સંખ્યા બેથી છને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા તેમને સમગ્ર દેશ અને વિદેશમાં આપવામાં આવશે અને તેમની જવાબદારી સરકારની રહેશે.
વડી અદાલતે કહ્યું કે, ઝેડ પ્લાસ સુરક્ષા આપવાનો સમગ્ર ખર્ચ અંબાણી પરિવાર ઉપાડશે. વડી અદાલતે કહ્યું કે, ઉપરોક્ત નિર્દેશ પસાર કર્યો કે, પ્રતિવાદી સંખ્યા 2 અને 6ને આપવામાં આવેલ સુરક્ષા કવચ અલગ સ્થાન અને વિવિધ હાઈકોર્ટમાં વિવાદનો વિષય રહ્યો છે. અંબાણી તરફથી હાજર રહેવા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ તર્ક આપ્યો કે, મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રાલય તથા કેન્દ્ર સરકાર દ્વારા નિરંતર ખતરાની ધારણાને ધ્યાને રાખતા તેમને ઉચ્ચ કેટેગરીની સુરક્ષા ઝેડ પ્લસ આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટો કેન્દ્રની વિશેષ અનુમિત અરજીમાં વિકાસ સાહા દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર આદેશ પસાર કર્યો, જેમાં ત્રિપુરા હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકાર આપવામા આવ્યો હતો. જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારના સંબંધમાં ખતરાની ધારણાના સંબંધમાં ગૃહમંત્રાલયને મૂળ ફાઈલ રજૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે, ગત વર્ષે જૂનમાં ગૃહમંત્રાલયના એક અધિકારીને સંબંધિત ફાઈલ સાથે સીલબંધ કવરમાં રજૂ થવું જોઈએ.
ગત વર્ષે 22 જૂલાઈએ સુપ્રીમ કોર્ટ મુંબઈમાં ઉદ્યોગપતિ અને તેમના પરિવારને આપવામાં આવેલી સુરક્ષા કવર પર સવાલ ઉઠાવનારી જાહેરહીતની અરજીના સંબંધમાં ત્રિપુરા હાઈકોર્ટની કાર્યવાહીને રદ કરી દીધી હતી. જો કે, સાહએ જુલાઈના આદેશના સ્પષ્ટીકરણમાટે ફરી એક વિવિધ અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે સાહા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનું નિરાકરણ લાવતા કહ્યું કે, અમારી સુવિચારિત રાય એ છે કે, જો કોઈ સુરક્ષાનો ખતરો છે, તો આપવામાં આવેલ સુરક્ષા કવર અને તે પણ ઉત્તરદાતાઓ પોતાના ખર્ચ પર કોઈ વિશેષ ક્ષેત્ર સુધી સીમિત હોય શકે નહીં. ઉત્તરદાતા સંખ્યા 2થી 6ની દેશની અંદર અને દેશની બહાર વ્યાવસાયિક ગતિવિધિઓને જોતા સુરક્ષા જો કોઈ વિશેષ સ્થાન અથવા ક્ષેત્ર સુધી સીમિત રહેશે તો સુરક્ષા કવર આપવાનો મૂળ ઉદ્દેશ્ય નિષ્ફળ થઈ જશે.






