Home ગુજરાત ગાંધીનગરમાં મ્યુ.કોર્પોરેશન લેવલની યોગ સ્પર્ધામાં પૂજા પટેલે પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ...

ગાંધીનગરમાં મ્યુ.કોર્પોરેશન લેવલની યોગ સ્પર્ધામાં પૂજા પટેલે પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ જીત્યો

102
0

ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની સ્પર્ધામાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી યોગીની પૂજા ઘનશ્યામભાઈ પટેલે ફિમેલ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આ સ્પર્ધામાં પાંચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અને મહીસાગર જિલ્લાઓનો સમાવેશ થતો હતો. દરેક જિલ્લામાં 6-6 સ્પર્ધકો મળી કુલ 30 સ્પર્ધર્કો ભાગ લીધો હતો જેમા મહેસાણા જિલ્લાની પૂજા પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલની આ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર મહેસાણા જિલ્લાની યોગીનીને રૂપિયા 21,000 નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેણે ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.મેડલ વિતરણ મેયર હિતેશભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ જાનીના હસ્તે કરાયા હતા. મહેસાણા જિલ્લા ની યોગ ટીમના કોર્ડીંનેટર તરીકે અજિત ભાઈ પટેલે જવાબદારી નિભાવી હતી.આમ પૂજા પટેલે ફરી એકવાર યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મહેસાણા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here