Home દુનિયા ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો વિષે જાણો..

ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો વિષે જાણો..

366
0

ભારતમાં પણ હોલીવુડની ફિલ્મોને પસંદ કરવાવાળા કરોડો લોકો છે. ભારતીય લોકો હોલીવુડની ફિલ્મોને લઈને ઘણા ઉત્સાહિત હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોલીવુડે ઘણી સારી ફિલ્મો બનાવી છે. જેના કારણે તે ભારતમાં એક મોટું માર્કેટ બની ગયું. ‘અવતાર’ અને ‘એવેન્જર્સ’ની ફ્રેન્ચાઈઝી ફિલ્મોની બોક્સ ઓફિસ પરની કમાણી તે વાતની ખાત્રી કરે છે. તો આવો જાણીએ હોલીવુડની એવી ૧૦ ફિલ્મો વિશે કે, જે ફિલ્મોએ ભારતમાં સૌથી વધારે કમાણી કરી છે. આ ફિલ્મોની વાર્તાઓમાં એટલા રસપ્રદ ટિ્‌વસ્ટ છે કે દર્શકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ‘અવતાર ધ વે ઓફ વોટર’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત ફિલ્મે ભારતમાં ૩૭૮.૨૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘એવેન્જર્સ એન્ડગેમ’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ફિલ્મે ભારતમાં લગભગ ૩૭૩.૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘છદૃીહખ્તીજિ ૈંહકૈહૈંઅ ઉટ્ઠિ’ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ભારતમાં તેનું કલેક્શન લગભગ ૨૨૭.૪૩ કરોડ રૂપિયા છે. ‘સ્પાઈડર મેન નો વે હોમ’ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે વાત કરીએ તો, તેણે ભારતમાં લગભગ ૨૧૮.૪૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ધ જંગલ બુક’ ૨૦૧૬માં આવી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ભારતમાં તેનું કુલ કલેક્શન ૧૮૮ કરોડ રૂપિયાની આસપાસ છે. ‘ધ લાયન કિંગ’ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રણાણે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પરથી લગભગ ૧૫૮.૭૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ’ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ફિલ્મે ભારતમાં ૧૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭’ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે તેણે ભારતીય બોક્સ ઓફિસ પર ૧૦૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘થોર લવ એન્ડ થંડર’ ૨૦૨૨માં ભારતીય સિનેમાઘરોમાં આવી. મળતી વિગતો પ્રમાણે ભારતમાં આ ફિલ્મનું કલેક્શન ૧૦૧.૭૧ કરોડ રૂપિયાની આસપાસ છે. ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી, જેણે ભારતમાં લગભગ ૧૦૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here