ગુસ્સામાં માણસ પોતાના પરથી કન્ટ્રોલ ખોઇ બેસીને ઘણી વખત એવું પગલું ભરી બેસે છે કે તેની કિંમત અન્ય નિર્દોષ લોકોને પણ ભોગવવી પડે છે. ઘણી વખત નાની વાતમાં પણ મોટા કિસ્સાઓ બન્યા હોય હોવાના બનાવો આપણે સાંભળતા કે જાેતા હોઇએ છીએ. ત્યારે ઓડિશાના કટક માંથી આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વિગતો મુજબ કોમ્યુનિટી ક્રિકેટની મેચ દરમિયાન અમ્પાયર પર છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર અમ્પાયરે નો-બોલનું સિગ્નલ (ર્દ્ગ ઝ્રટ્ઠઙ્મઙ્મ જીૈખ્તહટ્ઠઙ્મ) આપ્યું હતું. ત્યારબાદ ખેલાડીઓ વચ્ચે મતભેદ સર્જાયો હતો, જેના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આખરે ક્રિકેટની આ રમતમાં દુઃખદ બની હતી. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. આ હચમચાવનારી ઘટના રવિવારે ઓડિશાના કટકથી સામે આવી છે. આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ મૃતકની ઓળખ ૨૨ વર્ષીય લકી રાઉત તરીકે થઈ હતી. લકીને ‘નો બોલ’ સિગ્નલ અંગે સ્મૃતિ રંજન રાઉત નામના ઇસમ સાથે માથાકૂટ થઈ હતી. ત્યારે તે ઇસમે લકીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. સ્થળ પર હાજર વ્યક્તિએ જણાવ્યું હતું કે, લકી રાઉત મેદાન પર જ તીક્ષ્ણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે આરોપીને મેદાનમાં હાજર લોકોએ પકડી પાડ્યો હતો અને તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ જીવલેણ હુમલા બાદ પીડિતને તાત્કાલિક સીબી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, બ્રહ્માપુર અને શંકરપુરની અંડર ૧૮ ટીમો વચ્ચેની ટુર્નામેન્ટ રમાઇ રહી હતી. આ ગોઝારી ઘટનાને પગલે ગામમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. જેના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. હાલ આ કેસની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસે આપેલા નિવેદન અનુસાર, આ કેસની તપાસ માટે અલગ ટીમ બનાવવામાં આવી છે, જે આ મામલાની તપાસ કરશે. પોલીસે આ મામલે મર્ડર કેસ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






